Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જામજોધપુરમાં રાજપૂત સમાજ દ્વારા વિરેન્‍દ્રસિંહ જાડેજા તથા પાર્થ પટેલને ન્‍યાય અપાવવા આવેદનપત્ર

જામજોધપુર : શહેમાં લમ્‍પીરોગને કારણે અનેક પશુઓના મોત થયા છે. જે અંગેની ઘોર બેદરકારી અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ તંત્ર ધ્‍યાન આપતું નહતું ત્‍યારે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા જામનગર મુકામે લમ્‍પી વાયરસના પગલા લેવા અંગે મીટીંગ બોલાવેલ. ત્‍યારે તેમની સમક્ષ રજુઆત કરવા વિરેન્‍દ્રસિંહ જાડેજાએ સમય પણ માંગેલ પણ મુલાકાતનો સમય ન આપેલ. ત્‍યારે ગોવંશની કપરી હાલત જોઈ ક્ષત્રિય વિરેન્‍દ્રસિંહ જાડેજા(દીગુભા)નું લોહી ઉકળતા આત્‍મવિલોપન કરવા આવતા પોલીસે આ આત્‍મવિલોપનનો પ્રયાસ નિષ્‍ફળ બનાવેલ. પરંતુ પોલીસ દ્વારા દિગુભાજાડેજા તેમજ પાર્થ પટેલ ઉપર ખોટી કલમો લગાવી કલમ ૩૦૭ જેવો ગંભીર ગુનો ખોટી રીતે દાખલ કરેલ અને દબાવવાનો પ્રયાસ કરેલ. ત્‍યારે આ અંગે હિન્‍દુ સમાજ અને રાજપુત સમાજનો લાગણી દુભાતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા તેમજ વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્‍થિતમાં રેલી કાઢી હતી. જેમાં રાજપુત સમાજના અગ્રણી કાંતુભા જાડેજા, તાલુકા રાજપુત સમાજના કાર્યકારી પ્રમુખ કિશોરસિંહ જાડેજા, કિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા તથા વિશાળ સંખ્‍યામાં રાજપુત અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા અને આવેદનપત્ર પાઠવેલ હતું.

(11:42 am IST)