Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જામકંડોરણામાં વિશાલ તિરંગા રેલી યોજાઇ

જામકંડોરણાઃ ભાગ્‍યોદય સ્‍કુલના વિદ્યાર્થીઓની ભવ્‍ય તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં આબેહુબ વેશભુષા સાથે વંદે માતરમ, આઝાદી અમર રહોના નારા સાથે મુખ્‍ય માર્ગો ઉપર ફરી હતી તેમજ સખી મંડળની બહેનો દ્વારા પણ તિરંગા રેલી યોજાઇ હતી. આ રેલી તાલુકા પંચાયતથી શરૂ થઇ ગ્રામ પંચાયત કચેરીએ પૂર્ણ થઇ હતી જેમાં બાવનજીભાઇ બગડા, ચંદુભાઇ મકવાણા, જેન્‍તીભાઇ ચુડાસમા સહીતના આગેવાનો તેમજ સખી મંડળની બહેનો જોડાઇ હતી. (તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંડોરણા)

(11:37 am IST)