Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં સમુદ્રદર્શન વોક-વે ઉપર તિરંગા યાત્રાઃ ઘોડા,ઉંટ, બેન્‍ડ પાર્ટી જોડાઇ

પ્રભાસપાટણ : દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પોલીસ દ્વારા સમુદ્ર દર્શન વોક-વે પર તિરંગા સાથે ફલેગ માર્ચ કરાય હતી. ઘોડા,ઉંટ અને બેન્‍ડ પાર્ટી સાથે પોલીસ જવાનો, મહિલા પોલીસ, હોમગાર્ડ કર્મીઓની શિસ્‍તબધ્‍ધ પરેડનું યાત્રીઓએ અભિવાદન કર્યું હતું. પરેડમાં મોટી સંખ્‍યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય-પ્રભાસ પાટણ)

(11:32 am IST)