Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દારૂના કેસમાં છેલ્લા ૭ વરસથી વોન્ટેડ આરોપી શબ્બીર પઠાણને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

 

 ભાવનગર :પ્રોહીબીશનના કેસમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ભાવનગર એસઓજીએ દબોચી લીધો છે ભાવનગર રેન્જના આઇ.જી.પી. ભાવનગર રેન્જના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ..જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ..જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે તળાજા પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ..નં-૧૦૫/૨૦૧૧ પ્રોહી.કલમ ૬૬()બી, ૬૫એ,, ૮૧ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શબ્બીરભાઇ કાસમભાઇ પઠાણ( ..૩૨) (  રહે,મુળ-ધંધુકા જી.અમદાવાદ હાલ-શારદ ગામ, તા.લખ્તર જી.સુરેન્દ્રનગર)ને ત્રાપજ ગામની ચોકડી પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

  કામગીરીમાં એસ..જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૌહાણ તથા ડ્રાઇવર પો.કોન્સ. મુકેશભાઇ જોડાયા હતા.

(11:53 pm IST)