Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પૂ. મોરારિબાપુ દ્વારા તુલસી સાહિત્ય સંગોષ્ઠી :સત્સંગ હોય ત્યાં વાસના પોતાના નાક-કાન કપાવીને જ જાય : સ્વામી રાધેશ્વરાનંદજી

કુંઢેલી તા. ૧૬ :  તુલસી જન્મોત્સવ પ્રસંગે શ્રી મોરારિબાપુ દ્વારા તુલસી સાહિત્ય સંગોષ્ઠી પ્રસંગે વિદ્વાન વકતાઓના વ્યાખ્યાનો યોજાયા છે. કથાકાર શ્રી સ્વામી રાધેશ્વરાનંદજીએ કહ્યું કે સત્સંગ હોય ત્યાં વાસના પોતાના નાક-કાન કપાવીને જ જાય છે.શ્રી મોરારિબાપુ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તુલસી જન્મોત્સવ પ્રસંગે તુલસી સાહિત્ય સંગોષ્ઠીનું આયોજન થયું છે. અહિં વિદ્વાન વકતાઓના વ્યાખ્યાનો યોજાયા છે.સંગોષ્ઠીમાં મહુવા કૈલાસ ગુરૂકુળ ખાતે જગદ્દગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં શ્રી હરિચન્દ્રભાઇ જોષીના સંચાલન તળે વ્યાખ્યાન સંગોષ્ઠીમાં કથાકાર શ્રી સ્વામી રાધેશ્વરાનંદજીએ પંચવટીમાં પાંચ તત્વના સત્સંગનો ઉલ્લેખ કરી સત્સંગ હોય ત્યાં વાસના પોતાના નાક-કાન કપાવીને જ જાય છે. તેમ કહ્યું, તેઓએ લંકામાં હનુમાનજી સાથે તેની પુંછના વર્ણની વાત સંગીત અને હાસ્ય સાથે જણાવી સંગોષ્ઠીમાં આજે સાંજે પહેલા સત્રમાં શ્રી ભાગવત પ્રસાદ પાઠકે રમુજ સાથે રામકથાના પ્રસંગોને નવા દૃષ્ટીકોણ વૈજ્ઞાનીક રીતે રજુ કર્યા.શ્રી નિલમ શાસ્ત્રી ઉપાધ્યાયે કૃપા અને કોપ બંને હોય પરંતુ પ્રભુ ચરણમાં માત્ર કૃપા જ મળે છે તેમ કહ્યું. અહી શ્રી મનોજકુમાર મિશ્રાએ તુલસીદાસે કહયાનું જણાવ્યું કે કશુ મેળવવુ હોય તો પ્રભુના ચરણોમાં જવુ પડે સંગોષ્ઠીમાં સુશ્રી શિરોમણી દુબે, શ્રી બાલકદાસજી મહારાજ, યજ્ઞેષ મિશ્રાજી, શ્રી નિર્મલદાસ મહારાજ તથા અવધેશાચાર્યજી મહારાજે તુલસીદાસજી અને રામકથાનો મહિમા વર્ણવ્યો હતો. શ્રી મોરારિબાપુએ વ્યાખ્યાન આપનાર વિદ્વાનોને પ્રારંભે સન્માન અભિવાદન કર્યું હતું.

(4:43 pm IST)