Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જામનગરમાં જુથ અથડામણઃ હથિયારો ઉડયા

રાજપાર્ક સામે દાણા ભરેલા રૂ.૧૯.૮૫ લાખના ટ્રકની ચોરી

મનગર, તા.૧૬: અહીં બેડેશ્‍વર પાણાખાણ ગરીબનગરમાં રહેતા અબાસ આમદભાઈ બેલાઈ ઉ.વ. પ૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧પ ના રોજ ફરીયાદીએ આરોપી હમીદ હાજી સુરાણીને પોતાનું મકાન ગીરવી આપેલ હોય જે મકાનમાં બાંધકામ કરતા હોય જે અંગે ફરીયાદીએ આરોપી હમીદ હાજી સુરાણીને બાંધકામ ન કરવાનું કહેતા આરોપીઓ ગુલામ હાજી સુરાણી, ગની હાજી સુરાણી, હમીદ હાજી સુરાણી, અકીલ ગુલામ સુરાણી, અશરફ હમીદ સુરાણીએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી છરી, પાઈપ, તલવાર, લાકડાના ધોકા સાથે ફરીયાદીને ફેકચર કરી તેમજ સાહેદ સીદીક બેલાઈ તથા કાસમ બેલાઈને મારી નાખવાના ઈરાદે હુમલો કરી જીવલેણ ઈજાઓ કરી ગુન્‍હો કરેલ છે.

જામનગર : અહીં બેડેશ્‍વરમાં રહેતો હમીદ હાજીભાઈ સુરાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ આરોપી અબાસ બેલાઈ પાસેથી મકાન વેચાતું લીધેલ હોય જે મકાન આરોપી કહેલ કે મકાન ગીરીવી આપેલ છે તેમાં કોઈ બાંધકામ કરતા નહી અને ખાલી કરી નાખજો તેમ કહી આરોપી અબાસ બેલાઈ, સીદીક બેલાઈ, કાસમ બેલાઈ, ઝાફર બેલાઈ, ખાલીદ બેલાઈએ એકસંપ કરી છરી વડે હુમલો કરી છુટા પથ્‍થરોના ઘા મારી સાહેદ રજાકને ગંભીર ઈજા કરી જીવલેણ હુમલો કરી ગુન્‍હો કરેલ છે.

રાજપાર્ક સામેથી પીપી દાણા ભરેલ ટ્રક ચોરાયો

જામનગર : અહીં રામેશ્‍વરનગરમાં રહેતા હરદેવસિંહ ભરતસિંહ ગોહિલ ઉ.વ. ૩૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૧-૮-૧૮ થી તા. ૧ર દરમ્‍યાન ગુલાબનગર રાજપાર્ક સામે ફરીયાદીની પેઢીનો ટ્રક જી.જે.૧૩-એટી-૧૪૯૪ માં રિલાયન્‍સ કંપનીના પીપી દાણા ૧૬ ટન કિંમત રૂ. ૧૩,૮પ,ર૮૦ તથા ટ્રકની કિંમત રૂ. ૬ લાખ ગણી કુલ રૂ. ૧૯,૮પ,ર૮૦ નો મુદામાલ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

ચકકર આવતા મોટરસાયકલમાંથી પડી જતા વૃઘ્‍ધનું મૃત્‍યું

જામનગર : કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સુરેશભાઈ બાબુભાઈ કમાણી, ઉ.વ.૩ર એ જાહેર કરેલ છે કે, તા.૧પ-૮-ર૦૧૮ના આ કામે મરણ જનાર પોતાના બાપુજી બાબુભાઈ કચરાભાઈ કમાણી, ઉ.વ.૬ર, રે. શીવમનગર, કાલાવડવાળા ને લઈ વૃદાંવન રેસ્‍ટોરન્‍ટ પાસે, ધોરાજી રોડ, કાલાવડમાં જાહેર કરનાર સુરેશભાઈ પોતાના મોટરસાયકલ રજી.નં. જી.જે.-૧૦ એ.એસ. ૦૪૧૩ ઉપર બેસાડી જતા હોય ત્‍યારે મરણ જનાર બાબુભાઈને ચકકર આવતા મોટરસાયકલ ઉપરથી પડી જતા મરણ ગયેલ છે.

જુગાર રમતા સાત શખ્‍સો રૂ. પ.૩ર લાખની મતા સાથે ઝડપાયા

જામનગર : પંચ બી ડિવિઝનના એસ.જી.જાડેજાએ તા. ૧પ ના રોજ જામનગર તાલુકાના દડીયા ગામે રણજીતસાગર ડેમથી સમાણા તરફ જતા જાહેર રોડ પર આ કામેના આરોપીઓ કેતન કિશોરભાઈ લખીયર, દિગ્‍વિજયસિંહ રમુભા જાડેજા, કેયુર પ્રવિણભાઈ મુંગરા, જય સંતોષીભાઈ ચોકસી, મીલન ભરતભાઈ રાયઠઠા, શૈલેષ કમલેશભાઈ સંઘાણી, દિવ્‍ય હિતેનભાઈ નાખવાને જુગાર રમતા રેઈડ દરમ્‍યાન રોકડ રૂ. ર૪૭ર૦ તથા મોટર-૧, મોટર સાયકલ-ર કિંમત રૂ. પ,૦૮,૦૦૦ મળી કુલ રૂ. પ,૩ર,૭ર૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

દિવો માથે પડતા દાઝી ગયેલ પરિણીતાનું સારવાર બાદ મૃત્‍યુ

જામનગર : પંચ બી પોલીસ મથકના એચ.બી.પાંડવએ જાહેર કરેલ છે કે તા. ૧ર ના રોજ મોરકંડા સીમમાં રહેતી નીશાબેન અજયભાઈ પરમાર ઉ.વ. ર૦ જાતે સતવારા ને દશામાનું વ્રત હોય અને ઘરમાં લાઈટ ના હોય દીવો સળગાવી અભેરાઈ ઉપર રાખી ભોઈ તળીયે ગોદળું નાખી સુઈ ગયેલ હોય રાત્રીના ઉંદરડાએ દીવો નીચે પાડતા પોતે પહેરેલ કપડાને દીવો અડી જતાં આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર બાદ તેણીનું તા. ૧પ ના રોજ મૃત્‍યુ નિપજેલ છે.

શ્‍યામ નારાયણ ધામમાં જુગાર રમતા મહીલાઓ સહીત આઠ ઝડપાયા

જામનગર : અહીં સીટી ભસીભ પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. એલ.સી.બી.શાખાના વશરામભાઈ ગોવિંદભાઈ આહીરે ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૮-ર૦૧૮ના ઢીચડા રોડ, તીરૂપતિ પાર્કની બાજુમાં, શ્‍યમ નારાયણ ધામમાં રહેતા આ કામના આરોપી જયંતિબા વિજયસિંહ રામસંગજી જાડેજા ના મકાને આ કામના અન્‍ય આરોપીઓ ભારતીબા ભરતસિંહ ધીરૂભા ચુડાસમા, નયનાબા નરેન્‍દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, શકિતસિંહ નવલસિંહ જેઠવા, મનસુખભાઈ વલ્લભભાઈ કંથઢ, ભાવેશભાઈ ધીરજલાલ માલદે, અનોપસિંહ ગુમાનસિંહ ચુડાસમા, નરેશભાઈ કાનસીંગ પરમાર રે. જામનગરવાળાઓ ગંજીપતાના પાના વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીતનો જુગાર રમતા રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૪,૧પ૦/- તથા મોટરસાયકલ નંગ-૩ કિંમત રૂ.૬પ,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ- પર તથા કુલ રૂ. ૯૯,૧પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકાના રસુલનગર માંથી જુગાર રમતા પાંચ શખ્‍સો ઝડપાયા

જામનગર : સિકકા પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. વનરાજભાઈ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૮-ર૦૧૮ના રસુલનગર ગામમાં અબ્‍બાસભાઈ ની હોટલ પાસે, સિકકા ગ્રામ્‍યમાં આ કામના આરોપી મુસ્‍તાક ઈબ્રાહીમ સુંભાણીયા, ફકીર મામદ ગફાર, જાકુબ અબ્‍દુલ કુંગડા, બિલાલ જુનસ બારોયા, જાફર ઈબ્રાહીમ બસર, રે. રસુલનગર તા.જિ.જામનગરવાળાઓ જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટના અંજવાળે ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન કુલ રોકડા રૂ.૧૯પ૦/- તથા મોબાઈલ નંગ-પ કિંમત રૂ.૧૩૦૦૦/- તથા ગંજીપતાના પાના વિગેરે કુલ રૂ.૧૪૯પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:10 pm IST)