Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગઢડા હાઈવે ઉપર ૧૭ લાખનો દારૂ ઝડપાયો

મોડી રાત્રે આઈસર ટ્રકમાં અંગ્રેજી દારૂ ગઢડાથી અમરેલી લઈ જવાતો'તો : ૧૪,૬૨૩ નંગ દારૂની બોટલ સહિત કુલ ૨૫ લાખનો મુદ્દામાલ જપ્‍ત : આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડ મંગાશે(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૬ : ગત મોડી રાત્રે ગઢડાથી અમરેલી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્‍થો ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ૧૭ લાખના અંગ્રેજી દારૂની બોટલો સાથે કુલ ૨૫ લાખનો મુદ્દામાલ ઝડપી લીધાનું બહાર આવ્‍યું છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઢસા પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પીઆઈ એ.પી. સલૈયા, હેડ કોન્‍સ્‍ટેબલ એચ. જે. બારડ, હેડ કોન્‍સ્‍ટેબલ એસ.પી.ગઢવી, પોલીસ કોન્‍સ્‍ટેબલ એમ.એલ. ખેર અને વી.બી. મકવાણાની ટીમે ગઢડાથી અમરેલી તરફ જઈ રહેલા આઈસર ટ્રક નં. જીજે-૩બીવી-૮૮૮૯ નંબરના ટ્રકને રોકી ટ્રકની અંદર તપાસતા ૧૪,૬૨૩ નંગ અંગ્રેજી દારૂની બોટલો કે જેની કિંમત ૧૭ લાખ ૩૩ હજાર સાથે ૮ લાખની કિંમતનો ટ્રક સહિત કુલ ૨૫,૩૩,૫૮૦ની કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ઈન્‍ચાર્જ એ.પી.સલૈયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(2:06 pm IST)