Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઓખામાં એલપીજી પાર્ટ ટર્મિનલ સ્‍થપાશે ઈ.આઈ.સેલને ૭૦૦ કરોડનો પ્રોજેકટ ફાળવ્‍યો

ઓખા બંદરના ૭૦ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ

ઓખા,તા.૧૬: ગુજરાત મેરીટાઈમ બોર્ડ (જી.એમ.બી) દ્વારા ઓખા એલ.પી.જી ટર્મિનલ પ્રોજેકટ માટે બિડ મંગાવવામાં આવી હતી. જેમાં નેધરલેન્‍ડની કંપનીની પેટાકંપની ઈન્‍ડિયા ઈઆઈએલને આ પ્રોજેકટ ફાળવાયો છે.

કંપની ત્રણ વર્ષમાં રૂા.૭૦૦ કરોડના એલ.પી.જી. ટમિનલ પ્રોજેકટને સ્‍થાપશે. ઈ.આઈ.એલ. ઓખામાં સ્‍થપનારા આ પ્‍લાન્‍ટ દ્વારા આઠ લાખ ટન એલ.પી.જી.નો જથ્‍થો પુરો પાડશે. જેનાથી દેશની ઊર્જા જરૂરીયાત સંતોષાશે.

કંપનીને ૧૫વર્ષ સુધી પ્રોજેકટ દ્વારા દેશની એલપીજી જરૂરીયાત પૂરી પાડવાનું લાઈન્‍સ મેળવશે. ભારતની એલપીજીની માગ ત્રણ અમે.ટી વધશે. દેશ વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો એલ.પી.જી. નિકાસકાર બનશે.

ઓખા બંદરના ૭૦વર્ષના ઈતીહાસમાં પ્રથમ વખત આટલો મોટો પ્રોજેકટ મળશે. ૧૯૨૬માં ગાયકવાડી સરકારે બનાવેલ ઓખા બંદરનો ૫૦ વર્ષ બાદ પાછો સૂર્વણકાળ આવશે.

(1:16 pm IST)