Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મીઠાપુરમાં ભાજપ દ્વારા મશાલ રેલી

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલા મીઠાપુર શહેર દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એક વિશાળ મશાલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપ, ભાજપ પરિવાર ઉપરાંત ઓખા નગરપાલિકા, ચૂંટાયેલા સદસ્‍યો, ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્‍યામાં ભાજપના શુભચિંતકો સહર્ષ જોડાયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)(૨૮.૧૨)

(12:43 pm IST)