Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઉના તાલુકા કક્ષાના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

ઉનાઃ તાલુકાના માઢ ગામે તાલુકા કક્ષાના સ્‍વતંત્રતા દિવસે દેશને મળેલ મહામુલી આઝાદીના પર્વે આન-બાન-શાનથી ધ્‍વજવંદન કાર્યક્રમની ઉજવણી કરી હતી. તિરંગાને સલામી બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. ડે.કલેકટર એમ.કે. પ્રજાપતિ, ટી.ડી.ઓ. શ્રી લીબાની ઉપસ્‍થિત રહયા હતા તેમજ ઉના તાલુકાના આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. સ્‍વાતંત્ર્ય દિન ઉજવણી સમારંભમાં સન્‍માન કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.(૧.૨૩)

(12:42 pm IST)