Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જામજોધપુરમાં જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ધ્‍વજવંદન

 જામજોધપુરઃ જિલ્લા કક્ષાના ૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્‍વજવંદનને સલામી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ આપી હતી તેમની સાથે જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્લા પોલીસ વડા શરદભાઇ સિંધલ એ પણ તિરંગાને સલામી આપી. માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જામજોધપુર તાલુકાના વિકાસ ના વિવિધા કાર્યો માટે રૂા. ૨૫ લાખનો ચેક કલેકટર રવિશંકરને મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્‍તે આપવામાં આવ્‍યો હતો. તેમજ રમત-ગમત ક્ષેત્રે વિવિધ સિધ્‍ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જામજોધપુર તાલુકાની વિવિધ શાળાઓના બાળકો  દ્વારા યોગ નિદર્શન, તેમજ દેશભકિતના વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્‍યા હતા. તેમજ પરેડ નિદર્શનમાં જિલ્લા પોલીસ વિભાગ, એનસીસી, હોમગાર્ડ, સ્‍ટુડન્‍ટ કેડેટના જવાનો લોકોમાં આકર્ષનું કેન્‍દ્ર બન્‍યા હતા. આ પ્રસંગે યોજાયેલા સાંસ્‍કૃતિક કાર્યક્રમને લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી હર્ષની લાગણી વ્‍યકત કરી હતી. જામજોધપુરના ધારાસભ્‍ય ચીરાગભાઇ કાલરીયા, તેમજ પુનમબેન માડમ, સોનલબેન જાવિયા તેમજ કોર્પોરેટર હાજર રહયા હતા. તેમજ કલેકટર રાજેન્‍દ્ર સરવૈયા તેમજ નગરજનો ઉપસ્‍થિત રહયા હતા. મંત્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદસભ્‍ય પુનમબેન માડમ તથા ઉપસ્‍થિત મહાનુભાવો ના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલઃ મહેશ મકવાણા, જામજોધપુર) (૧.૨૧)

(12:39 pm IST)