Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મહુવા કૈલાસ ગુરૂકુળમાં રાષ્‍ટ્રધ્‍વજને સલામી અર્પતા પૂ. મોરારીબાપુ

ઇશ્વરીયા-ભાવનગર : રામકથા એ રાષ્‍ટ્રકથા અને વિશ્વકથા બની પુરા સમાજ માટે સત્‍ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપે  તેવું મુલ્‍ય શ્રી મોરારીબાપુ સ્‍થાપિત કરી રહયા છે. રાષ્‍ટ્ર માટે સદૈવ સર્તક રહેનાર શ્રી મોરારીબાપુએ સ્‍વાતંત્ર્ય પર્વે મહુવામાં કૈલાસ ગુરૂકુળમાં ધ્‍વજને સલામી આપી વંદના કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી મોરારીબાપુ તેમની દરેક રામકથામાં મંડપના અગ્રસ્‍થાને રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવે જ છે અને તે સાથે કાર્યકર્તાઓ રાષ્‍ટ્રગીત અવશ્‍ય ગાય છે. ગાંધી મુલ્‍યો અને રામકથાને કેન્‍દ્રમાં રાખનાર મોરારીબાપુ પોથીજી અને પુરક વેશમાં ખાદી જ ઉપયોગ કરે છે. કૈલાસ ગુરુકુળમાં આદિ શંકરાચાર્ય સંવાદગૃહ ખાતે ચાર દિવસીય તુલસી સાહિત્‍ય સંગોષ્‍ઠિનું આયોજન થયેલું છે. તેમાં પણ આજે બીજા દિવસે રાષ્‍ટ્ર ગીતનું ગાયન કર્યુ હતું.(૧.૨૦)

(12:38 pm IST)