Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વરસાદ ખેંચાતા અેક તરફ ખેડૂતો અને મુંગા પશુઓ પાણી માટે વલખા મારે છે તો બીજી તરફ હળવદ તાલુકાના કેદારીયા ગામની બ્રાહ્મણી નદીમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીની રેલમછેલ

હળવદઃ હળવદ તાલુકા ના કેદારીયા ગામની બ્રાહ્મણી નદી મા  પાણી  ની પાઈપ લાઈન  એકા એક  લીકેજ થતાં પાણીની  રેલમછેલ સજાૅઈ હતી ચોમાસા દરમ્યાન  વરસાદ  નહી પડતા ખેડૂતો ઓને  મુગા પશુઓ  લોકોને  પીવાના પાણી માટે  પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે  કેદારીયા  ગામે પાણી ની લાઈન લીકેજ થતા  પાણી  નો  બગાડ થવા  પામ્યો છે  ત્યારે તંત્ર દ્વારા સત્વરે  લીકેજ લાઈન  નુ  રીપેરીંગ કામ હાથ ધરી તેવી  ગામ લોકો ની માંગ ઉઠવા પામી છે
હળવદ તાલુકા ના  છેવાડાના ના ગામો ના  લોકો ને  પીવાનું પાણી મળે રહે તે માટે  પાણી પુરવઠા દ્રારા  હળવદ તાલુકા ના  મોટા ભાગના  ગામો મા  પાણી પાઈપ લાઈનો લગાવે છે  ત્યારે હળવદ તાલુકા ના  કેદારીયા ગામની બ્રાહ્મણી નદી મા પાણી ની પાઈપ લાઈન  પસાર થાય છે  પાઈપ લાઈન  મંગળવારે સાંજે  એકાએક મેઈન લાઈન લીકેજ થતા પાણી ની રેલમછેલ સજાઈ હતી  અને  પાણી ના ફુંવારા  સજાઈ  હતા  એક બાજુ  હળવદ તાલુકા મા  સામાન્ય  વરસાદ  પડ્યો છે ત્યારે  હાલ હળવદ તાલુકા ના  લોકો અને ખેડૂતો ઓની  મુગા પશુઓ ને પાણી માટે  પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકા ના  કેદારીયા ગામે  પાણી ની લાઈન લીકેજ થતા પાણી નો બગાડ થવા પામ્યો હતો  ત્યારે  તંત્ર દ્વારા સત્વરે  પાણી ની લીકેજ લાઈન નુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી ગામ લોકો ની માંગ ઉઠવા પામી છે

(6:19 pm IST)