Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જહાં હુવે બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હે , કશ્મીર કી ગલિયા સુની હે પાકિસ્તાન ખૂની હેઃ હળવદમાં વિશ્વ હિન્દુ પરીષદ-બજરંગ દળ દ્વારા આયોજીત મશાલ સરઘસમાં દેશભક્તિના નારા ગુંજ્યા

હળવદ: હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે અને 15 ઓગસ્ટ ની પૂર્વ સંધ્યા વિશાળ મશાલ રેલી નું આયોજન કરાયું હતુ જેમાં હળવદ નગર ના લોકો સ્વેચ્છાએ જોડાયા હતા મશાલ રેલી માં ભારત માતા કી જય , વંદે માતરમ , જહાં હુવે બલિદાન મુખર્જી  વો કશ્મીર  હમારા હે , કશ્મીર કી ગલિયા સુની હે પાકિસ્તાન ખૂની હે સહિત દેશ ભક્તિ ના નારા લગાવ્યા હતામશાલ રેલી શ્રી બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે થી પ્રારંભ થઇ મુખ્ય બજાર માં થઈને શ્રી લક્ષ્મીનારાયણ ચોક થી દંન્તેશ્વર દરવાજા થઈ રેલ્વે સ્ટેશન રોડ થઈ ને બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે પહોંચી હતી કાર્યક્રમ માં વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા મંત્રી  અનિલભાઈ રાવલ , બટુકભાઈ અઢિયા , ભાવેશભાઈ ઠક્કર મહેશભાઈ પંચાલે ખાસ માર્ગદર્શન પુરુ પાડયુ હતું અને કાર્યક્રમ ને સફળ બનાવવા સૌ કાર્યકર્તા મિત્રો ભારે જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમ થકી હળવદ શહેર દેશભક્તિ ના રંગ માં રંગાઈ ચૂક્યું હતું

(6:18 pm IST)