Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

આપણે ત્યાં ‘નારી તું નારાયણી નારી’નું સ્થાપન, સ્ત્રી દાક્ષિણ્ય, સુરક્ષા, સન્માન :સીતારામ, ઉમાશંકર અને રાધાકૃષ્ણ બોલાય છે :વિજયભાઈ

રાજ્યમાં 10 લાખ મહિલા સખી મંડળની રચના કરીને બહેનોને રોજગારી અપાશે :ચોટીલામાં મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું મહિલા સંમેલનને સંબોધન

 

સુરેંદ્રનગર: સુરેન્દ્રનગર ખાતે ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર પર્વની ઉજવણીના પૂર્વ દિને ચોટીલા ખાતે આયોજિત મહિલા સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં નારી તું નારાયણી નારીનું સ્થાપન, સ્ત્રી દાક્ષિણ્ય, સુરક્ષા, સન્માન કરવામાં આવે છે એટલા માટે આપણે ત્યાં સીતારામ ઉમાશંકર અને રાધાકૃષ્ણ બોલવામાં આવે છે. રાજ્ય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલા સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો ઉપાડીને કાર્યાન્વિત કર્યા છે

  મહિલાઓના સશક્તિકરણ માટે રાજય સરકાર દ્વારા લેવાયેલ મહત્વાકાંક્ષી નિર્ણયોની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પોલીસમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાની ભાગીદારીમાં બહેનોની ૫૦ ટકા જોગવાઈ કરી છે. દીકરો દીકરી સમાન છે સ્ત્રીભુણ હત્યા કરનાર સામે કડક કાયદાની જોગવાઈ કરાઈ છે. 

  રાજય સરકારે દારૂબંધીનો કાયદો કડક બનાવીને આવનાર પેઢી વ્યસનમુક્ત રહે તે માટે કડક કાયદાની જોગવાઇઓ કરી છે સુરક્ષા માટે બહેનોની અને તેઓને સમયસર મદદ મળી રહે તે માટે અભયમએપ લોન્ચ કરવામાં આવી છે. મહિલાઓ સ્‍વાવલંબી બને તે માટે આવતા દિવસોમાં રાજ્યમાં ૧૦ લાખ મહિલા સખીમંડળોની રચના કરીને બહેનોને રોજગારી દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય આરંભાયું છે. આ ઉપરાંત બહેનો ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં સ્વરોજગાર લક્ષી કોર્સમાં અભ્યાસ દ્વારા આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

(12:33 am IST)