Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જનસમુદાયના કાર્યો સાથે વૃક્ષારોપણ પ્રથા પ્રેરણાદાયી છેઃકેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલા

અમરેલી ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિય કેન્દ્રનો પ્રારંભઃ વૃક્ષારોપણ પણ કરાયું:

અમરેલી, તા.૧૪: કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલા અમરેલી ખાતે વિવિધ કાર્યકમોમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રૂપાલાએ દીપ પ્રાગટય કરી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધીય કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજયમંત્રી રૂપાલા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઓપરેટિવ લિમિટેડ અને અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેમજ સહકારી સંઘની બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમર ડેરી-અમરેલી ખાતે રૂપાલાએ લીમડાના વૃક્ષનું મહત્વ સમજાવતા કહ્યું કે, યુરિયામાં લીમડા-લીંબોળીનો પટ આપવામાં આવી રહ્યો છે. લીંબોળી રૂ.૧૫ના ભાવે ખરીદવામાં આવી રહી છે. અમુક વિસ્તારમાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા પણ લીંબોળીનું વેચાણ કરવામાં આવે છે. આમ, લીંબોળી આર્થિક રીતે સમૃધ્ધિ આપે છે.

શ્રી રૂપાલાએ વધુમાં કહ્યું કે, જનસમુદાયના કાર્યોની સાથે વૃક્ષારોપણની પ્રથા પ્રેરણાસમાન છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં વૃક્ષારોપણની ઝૂંબેશની જરૂરિયાત છે. તેમણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવા અપીલ કરી હતી.  

સાસંદ નારણભાઇ કાછડીયાએ પ્રાસંગિક જણાવ્યું કે, પર્યાવરણનું જતન એ આપણા સર્વની ફરજ છે. પ્રકૃત્ત્િ।ની જાળવણી કરીએ તો તેનું સમતુલન જળવાય રહે છે.

પૂર્વ કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું કે, રાજય સરકારના વન વિભાગની વિવિધ યોજનાઓ અમલી છે. વૃક્ષોના સઘન વાવેતર માટે સંકલ્પબધ્ધ થઇએ અને ગુજરાતને હરિયાળું બનાવવા માટે વધુ પ્રયાસો હાથ ધરવા જરૂરી છે.

આ પ્રસંગે ઇફકોના ડાયરેકટર યોગેન્દ્રસિંહે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.  

અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલીયાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શરદભાઇ લાખાણી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ મંજુલાબેન જોષી, અગ્રણી સર્વ કૌશિકભાઇ વેકરીયા, મુકેશભાઇ સંઘાણી,  મનીષભાઇ સંઘાણી, પ્રેમજીભાઇ માધડ,  અરૂણાબેન માલાણી, ભાવનાબેન ગોંડલિયા, જીતુભાઇ ડેર, જયંતિભાઇ પાનસુરિયા, નરેન્દ્રભાઇ પરવાડીયા,  કાંતિભાઇ ઘાડીયા, કનુભાઇ પટોળીયા,  માવજીભાઇ ગોલ, દિનેશભાઇ પોપટ,  કાળુભાઇ પાનસુરીયા,  અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર કોઠીયા, અમર ડેરીના જનરલ મેનેજર પટેલ, જીતુભાઇ તળાવીયા, સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહાનુભાવો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૪)

(12:33 pm IST)