Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સાવરકુંડલાનાં ગાધડકાની વિધવા મહિલાની સહાય પાડોશીએ લઇ લીધીઃ ન્યાય આપવા રજૂઆત

વિધવા મહિલાએ રજૂઆત કરી હતી તે નજરે પડે છે(તસ્વીરઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: અમરેલી જિલ્લામાં તાઉ તે વાવાઝોડાએ અનેક લોકોના મકાન ધ્વંસ કરી નાખ્યા.. સાવરકુંડલા તાલુકાના ગાધડકા ગામ ની એક વિધવા નું મકાન સંપૂર્ણ નાશ પામ્યું પરંતુ તેના મકાનની સહાય પાડોશીએ ફોટો પડાવી અને લઈ લીધી.. આ વિધવા મહિલાએ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં એફિડેવિટ સાથે યોગ્ય ન્યાય મળવા અને જેણે ગેર નિતી આચરી છે તેના ઉપર ફોજદારી કરવા કરી રજૂઆત કરી છે.

આ છે સાવરકુંડલા તાલુકાનું ગાધડકા ગામ.. આ ગામે આવેલ ખંડેર જેવું દેખાતું આ મકાન છે અહીં રહેતા વિધવા મહિલા ભાનુબેન ઠુમ્મર નું.. વાવાઝોડા દરમિયાન આ મકાન સંપૂર્ણ નાશ થયો ત્યારે તેના જ પાડોશમાં રહેતા એક યુવાને આ મકાન સામે ઉભા રહી ફોટો પડાવી મકાનની ૯૫૧૦૦ જેવી માતબર સહાય પોતાના નામે લઈ લીધી.. વિધવા મહિલાને ખબર પડતાં તેમણે ગામના તલાટી મંત્રી.. સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને પોતાના એફિડેવિટ સાથે અરજી કરી યોગ્ય ન્યાય મળવા આજીજી કરી અને જણે પણ ગેરનીતિ કરી છે તેના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવા વિનંતી કરી... આ વિધવાની ટુંકી જમીનમાં તેઓ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને આજે પણ પોતાનું મકાન ન હોવાને કારણે પોતાના બે બાળકો સાથે ગામમાં અને બહાર ગામ પોતાના સગા સંબંધીઓને ત્યાં રહી સમય પસાર કરે છે.

સાવરકુંડલા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ પતિનો ભ્રષ્ટ અધિકારીઓ ની સામે કડક પગલાં લેવાની રજૂઆત.. ભાજપ સરકારે કરોડો રૂપિયા સહાય માટે આપ્યા છે ત્યારે શા માટે આવા ભ્રષ્ટ અધિકારીઓ ગરીબો સુધી સહાય પહોંચાડતા નથી સાવરકુંડલા તાલુકામાંથી અનેક લોકોની ફરિયાદો મળે છે.

સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પોતાની અરજી સાથે આવેલી આ વિધવાની આપવિતી તાલુકા પંચાયતના પ્રમુખ  પતિ અને ભાજપના અગ્રણી એવા લલીતભાઈએ સાંભળ્યા બાદ તેઓએ પણ પોતાની મનો વ્યથા ઠાલવી હતી.

વિધવા મહિલા તાલુકા વિકાસ અધિકારી પાસે જઈ અને કાર્યવાહી તેમજ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો

સાવરકુંડલા તાલુકા પંચાયત ના ટી ડી ઓ .. તાલુકા વિકાસ અધિકારી પાસે આ વિધવા મહિલાએ પોતાની સાથે થયેલ છેતરપિંડી અને ગેરરીતિ બાબત ની અરજી આપી અને ન્યાય માટે આજીજી કરી જયારે તાલુકા વિકાસ અધિકારીએ સરકારી જવાબ આપી યોગ્ય તપાસ કરી અને પગલાં લેશું તેમ જણાવ્યુ હતું. અને પડી ગયેલા મકાનમાં પરિવાર સાથે કરી રહ્યા છે. ગાધડકા ગામ માં આશરે ૩૦૦ ઉપરાંત મકાનોને પૂર્ણ અને અંશતઃ નુકસાન થયું છે જેમાં ૧૪૦ લોકોને સહાય ચુકવવામાં આવી છે આ ગામે ત્રણ લોકો એવા છે કે જેના પાકા સ્લેબ વાળા મકાન હોવા છતાં પૂર્ણ સહાય ચૂકવાઇ ગઇ છે.. ત્યારે ગાધડકા ની વિધવા મહિલા અને સાવરકુંડલા તાલુકાના અનેક એવા અસરગ્રસ્તો છે કે જે અધિકારીઓના ભ્રષ્ટ વહીવટના પાપે સહાયથી વંચિત છે હવે જોવાનું એ રહે છે કે આવી વિધવા મહિલા સહિત અનેક લોકોને કયારે ન્યાય મળશે ???

(12:51 pm IST)