Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સ્ક્રૂ મારવાનું કામ કરતા ખામટાના યુવાનનું સેફટીબેલ્ટ તૂટી જતા મોતઃ જામનગરમાં પત્નિની હત્યાનો પ્રયાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: પડધરી ગામે બાલાજી પાર્ક, મોવાયા સર્કલ પાસે રહેતા આસીફખાન અલ્લાઉદનીખાન પઠાણ, ઉ.વ.ર૬ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાજુ નાગેન્દ્ર ચૌધરી, ઉ.વ.ર૦, રે. ખામટા ગામ વાળા ગઈ તા.ર૩–૬–ર૦ર૧ના સણોસર ગામે સર્વે નં.ર૪૧/પૈકી ૧, કોટેક્ષ નોનવુવન્સ પ્રા.લી.ખાતે પતરામાં સ્ક્રૂ મારવાનું કામ કરતો હતો ત્યારે સેફટી બેલ્ટ ટુટતા નીચે પડતા શરીરે ઈજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

સુભાષ શાક માર્કેટ પાસે દુકાનોના તાળા ફંફળતો શખ્સ ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સુભાષ શાક માર્કેટ પાસે, જામનગરમાં આરોપી ધીરજ ધનજીભાઈ રાણેવાદીયા, રે. જામનગરવાળો  રાત્રીના અંધારામાં લુપાતો બંધ દુકાનોના તાળા ફંફળતો મળી આવી ગુનો કરેલ છે.

બે રિક્ષાની ઉઠાંતરી

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વૈભવભાઈ જીતુભાઈ ગૌસ્વામી, ઉ.વ.ર૭, રે. સાધના કોલોની, બ્લોક નં. એલ–૬, રૂમ નં.ર૩૦૪ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની, બ્લોક નં.એલ–૬, પાસે ફરીયાદી વૈભવભાઈએ પોતાનું બજાજ કંપનીની રી–કોમ્પેકટ મોડલની લીલા પીળા કલરવાળી રીક્ષા જેના રજી.નં. જી.જે.૧૦–ટી.–ડબલ્યુ– ૩૪૧૧ જેની કિંમત રૂ.૮૦,૦૦૦/– ની જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પીતામ્બરભાઈ દેવજીભાઈ પરમાર, ઉ.વ.૭૧, રે. સાંઢીયા પુલ બાજુમાં, યોગેશ્વરનગર, શેરી નં.૩, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સાંઢીયા પુલ બાજુમાં યોગેશ્વરનગર શેરી નં.૩ માં ફરીયાદી પીતામ્બરભાઈએ પોતાનંુ વર્ષ ર૦ર૦ ના મોડલનંુ બજાજ કંપનીની લીલા પીળા કલરવાળી રીક્ષા જેના રજી.નં. જી.જે.૧૦–ટી.–ડબલ્યુ– ૬૯ર૩ જેની કિંમત રૂ.૧,પ૦,૦૦૦/– ની જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પત્નિને મારી નાખવાનો પ્રયાસ

સીટી એ ડિવઝન પોલીસ સ્ટેશનમાં મંજુબેન હરીભાઈ અરજણભાઈ સોનગરા, ઉ.વ.૩૪, રે. સાધના કોલોની પેલા ગેઈટ, બીજા નંબરનો રોડ, રાજુ બાવાજીના મકાનમાં જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મંજુબેન તેના પતિ આરોપી હરિભાઈ અરજણભાઈ સોનગ્રા, રે. જામનગરવાળાથી અલગ રહેતા હોય અને ફરીયાદી મંજુબેનએ આરોપી હરીભાઈ વિરૂઘ્ધમાં ફરીયાદ કરેલ હોય જે બાબતનો આરોપી હરીભાઈએ ખાર રાખી આરોપી હરીભાઈએ ફરીયાદી મંજુબેનને ડિઝલ જેવું ઝેરી પ્રવાહી પીવડાવી લોખંડના જેક જેવી વસ્તુ વડે ફરીયાદી મંજુબેનને મારી નાખવાના ઈરાદાથી ફરીયાદી મંજુબેન ને માથાના ભાગે આડેધડ ઘા મારી માથાના ભાગે તથા કપાળના ભાગે જીવલેણ ગંભીર ઈજાઓ કરી ગુનો કરેલ છે.

હાર્ટએટેકથી વૃઘ્ધનું મોત

કાલાવડ તાલુકાના છતર ગામે રહેતા જાવિદભાઈ સલીમભાઈ દોદાઈ, ઉ.વ.ર૧, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સલીમભાઈ સુલતાનભાઈ દોદાઈ, ઉ.વ.પર, છાતીમાં દુઃખાવો ઉપડતા હાર્ટએટેકનો હુમલો આવતા સારવારમાં કાલાવડ સરકારી દવાખાને મૃત્યુ પામેલ છે.

(12:42 pm IST)