Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કેશોદ તાલુકામાં ત્રીજા તબકકામાં વાવણી કાર્ય પુર્ણતા તરફ

૪૬૮૦ હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર

કેશોદ,તા.૧૬: તાલુકામાં મે મહીનાથી આગોતરી મગફળીનું વાવેતર શરૂ થયું હતું જે જુન મહીનાની સુધી આગોતરી મગફળીનું વાવેતર થયું હતું જે આગોતરી મગફળી એકથી દોઢ મહીનાની થઈ ચુકીછે જુન મહીનામાં ચોમાસાની શરૂઆતથી મેઘરાજાનું આગમન ન થતાં જુલાઇમાં એક સપ્તાહ બાદ અમુક વિસ્તારોમાં વરસાદ થતાં વાવણી થઈ હતી બાદમાં દશ જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદ થતાં કેશોદ તાલુકામાં ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા જોકે હાલના વર્ષે ત્રણ તબક્કે વાવણી થતી જોવા મળીછે છતાં અમુક ખેડુતોને હજુ પણ વાવણી કાર્ય બાકીછે ગત વર્ષની સરખામણીએ ચારથી પાંચ સપ્તાહ વાવણી કાર્ય મોડુ થયુંછે ગત વર્ષે પાંચ જુનથી દશ જુન આજુબાજુ મોટા ભાગના ખેડુતોએ વાવણી કાર્ય પુર્ણ કર્યું હતું જેની સરખામણીમાં હાલમાં દશ તારીખથી વાવણી કાર્ય શરૂ થયુંછે

હાલમાં કેશોદ તાલુકામાં ત્રીજા તબકકામાં વાવણી કાર્ય થતું જોવા મળી રહયુછે કોઈ ખેડુતો બળદ દ્વારા તો કોઈ ખેડુતો ટ્રેકટર દ્વારા વાવણી કાર્ય કરી રહયાછે મોટા ભાગના ખેડુતોએ વાવણી કાર્ય પુર્ણ કર્યું અમુક ખેડુતોના ખેતરોમાં વાવણી હજુ પણ બાકી છે.

કેશોદ તાલુકામાં સરેરાશ ૪૨૭૫૭ હેકટરમાં મગફળી શાકભાજી ઘાંસચારા સહીતનું વાવેતર થાયછે દર વર્ષે સરેરાશ દશ હજાર હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર થાયછે જેમા ગત વર્ષે ઉનાળુ વાવેતરમાં વધારો થતાં હાલના વર્ષે આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો નોંધાયોછે હાલના વર્ષે ૪૬૮૦ હેકટરમાં મગફળીનું આગોતરૂ વાવેતર થયુછે ચોમાસાની શરૂઆતથી બે તબકકે વાવણી થતાં ૧૪ હજાર હેકટરમાં વાવણી થઈ ચુકીછે અત્યાર સુધીમાં કુલ ૧૮૬૮૦ હેકટરમાં વાવણી પુર્ણ થઈછે હજુ પણ વાવણી કાર્ય શરૂછે હાલના વર્ષે મગફળીના વાવેતર સિવાય ૬૫ હેકટરમાં સોયાબીન ૨૦૫ હેકટરમાં શાકભાજી ૭૧૦ હેકટરમાં ઘાંસચારા સહીત ૧૯૬૬૦ હેકટરમાં વાવેતર થયુ છે.

(11:38 am IST)