Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ધ્રાંગધ્રામાં ૮ તોલા સોનું અને રોકડની ચોરી

ક્ષત્રિય પરિવાર ધાબા ઉપર સૂતો હતો

વઢવાણ,તા. ૧૬: ધ્રાંગધ્રા કૂડા રોડ પર આવેલી સૈનિક સોસાયટીમાં રહેતા જિતુભા ઝાલા અને પરિવારજનો રાત્રે ધાબા પર સૂવા ગયા હતા. તે દરમિયાન મકાનના તાળાં તોડી તસ્કરો કબાટમાં પડેલા ૪૦ હજારની રોકડ ૮ તોલાના સોનાના દાગીના અને ચાંદીનો સામાન ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવની જાણ થતા સિટી પોલીસમાં જયદીપસિંહ જિતુભા ઝાલાએ ફરીયાદ નોંધાવી હતી.

આથી પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ઘરમાંથી ચોરી કરી તસ્કરો બેગ અને અન્ય સામાન પાટા નજીક ફેંકી ભાગી ગયા હતા. પોલીસનો ડોગ ઘરની આસપાસ અને પાટાની આસપાસ ફરી પાછો ફર્યો હતો. આ બનાવની વધુ તપાસ પીઆઇ બી.એમ.દેસાઇ ચલાવી રહ્યા છે.

(11:35 am IST)