Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણના પ્રતાપપુરમાં રૂપિયા ૧૪ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ

રાજકોટ, તા. ૧૫,  - જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે સી.ડી.પી. યોજના અન્વયે રૂપિયા ૧૪ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કર્યું હતું

આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસ કામોની સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષોના વાવેતરની ઝુંબેશ શરૂ કરી છે. જેથી આવનારા દિવસોમાં આપણે પર્યાવરણની જાળવણી કરી શકીશું. રાજ્ય સરકારની નાની-મોટી દરેક યોજનાઓનો અમલ ગામડામાં પણ થાય તેવા આપણે પ્રયાસો કરવા જોઇએ.

આ તકે સરપંચ શ્રી ભનુભાઈ ડોબરીયા, અધિક મદદનીશ ઇજનેર તેજસ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  

કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું

(8:25 pm IST)