Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જામનગર જિલ્લા જેલમાં કેદીઓને પાન મસાલા અને અન્ય સવલતો માટે લાંચ લેતા જેલ સહાયક સહીત બે ઝડપાયા

જાગૃત નાગરિકનો ડિકોયર તરીકે સહકાર લઈને લાંચ સ્વીકારતા બંનેને છટકું ગોઠવી પકડી લેવાયા

જામનગર જીલ્લા જેલમાં કાચા -પાકા કામના કેદીઓને પાન-મસાલા તેમજ અન્ય સવલતો આપવા માટે જીલ્લા જેલ જામનગર ના કર્મચારીઓ દ્વારા કેદીઓના સગા સબંધીઓ પાસેથી લાંચ પેટે રૂ. 1000/- થી રૂ. 5000/- ની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવે છે.તેવી માહિતીના આધારે  એ.સી.બી.પોસ્ટે. એક જાગૃત નાગરીકનો ડોકોયર તરીકે સહકાર મેળવી, ડિકોયનું આયોજન કરવામાં આવેલ. ડિકોયર  ના સંબંધી જેલમાં હોય તેના સહકારથી છટકું ગોઠવીને આરોપી સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, (ઉ.વ.21 )   નોકરી લોકરક્ષક(જેલ સહાયક જામનગર ) વર્ગ-3 (રહે. જમનગર) અને દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા ( ઉ.વ.18) ( રહે. જામનગર (પ્રજાજન )ને અંબર સિનેમા સામે, એન્ડી પાન ની દુકાને, જામનગર.લાંચની માંગણીની રકમ રૂા.2000 સ્વીકારતા ઝડપી લેવાયા હતા

આ કામના આરોપી નં.-(1) ના કહેવાથી આરોપી નં-(2) નાઓએ ડિકોયર  પાસેથી તેમના સંબંધી ને જેલમાં પાન-મસાલા પહોંચાડવા માટે લાંચ પેટે રૂ.2000/- ની ભ્રષ્ટ રીતે ગેર કાયદેસર માંગણી કરી, આરોપી નં -(1)ના એ લાંચના નાણાં સ્વીકારી હતી  બંને આરોપીઓ પકડાઈ જઈ ગુન્હો  દાખલ છે

ડીકોય કરનાર અધિકારી એ. ડી. પરમાર, તથા જામનગર & દેવભૂમિ દ્વારકા,એ.સી.બી. પો.સ્ટે. સ્ટાફ ,સુપર વિઝન અધિકારી તરીકે એચ. પી. દોશી ,મદદનીશ નિયામકરાજકોટ એ.સી.બી. એકમ,રાજકોટ દ્વારા કામગીરી કરાઈ હતી

(10:39 pm IST)