Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વેરાવળમાં કોરોના વિસ્ફોટ :ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેડો મુકતો નથી વેરાવળમાં 5 કેસ સહીત જિલ્લામાં વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે અગાઉ ત્રણ કેસ આવ્યા હતા જે તમામ વેરાવળ શહેરી તથા ગ્રામ્ય ના નોંધાયા છેજેમાં પુરૂષ ૬૫ વર્ષ વેરાવળ હુડકો સોસાયટી, પુરૂષ ૩૦ વર્ષ વેરાવળ હુડકો સોસાયટી, પુરૂષ ૫૬ વર્ષ લુભા તા.વેરાવળ,ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા બાદમાં વધુ 5 કેસ નોંધાયા છે એજમાં ગીર ગઢડાના પોલીસ સ્ટેશન નજીક રહેતા 42 વર્ષીય પુરુષ,વેરાવળમાં હુડકો સોસાયટીમાં રહેતા 56 વર્ષના મહિલા,વેરાવળના ટાગોર નગર ડાભોર રોડ પર રહેતા 27 વર્ષના યુવાન,કોડીનારના સરદારનગરમાં રહેતા 47 વર્ષના પુરુષ અને ઇન્દિરા ગાંધી સોસાયટીમાં રહેતા 60 વર્ષના પ્રુરુષને કોરોના વળગ્યો છે આજે વધુઆજરોજ 17 વ્યકતી ને રજા આપવામાં આવીછે 

(9:38 pm IST)