Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જુનાગઢમાં ઇ-મેમો નહીં ભરો તો વાહન ડીટેઇન

ત્રણ ઇ-મેમો થઇ જવા છતાં વાહનચાલકો દંડ ન ભરતા એસપી સૌરભ સિંઘએ નિયમોનું પાલન કરાવવા મેદાને

જૂનાગઢ, તા.૧૬: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલન ની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇં મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇં મેમો ભરવામાં આવે છે. પરંતુ, અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. દ્યણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇં મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાની બાબત જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘના ધ્યાને આવતા, આવા ઈ ચલન દ્વારા આપવામાં આવતા ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકોના વાહન પણ ડીટેઈન કરવાની કાર્યવાહી તેમજ વાહન ચાલકોના લાયસન્સ પણ રદ થવાની કાર્યવાહી થઈ શકે છે. જેથી જે જે વાહન ચાલકોના ઈ મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

જૂનાગઢ વાસીઓ નાગરિકો પોતાના વાહનને ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે https://echallanpayment.gujarat.gov.in/ ઉપર લોગીન કરી, વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. વધુમાં, ઓફ લાઈન પેમેન્ટ ભરવા માટે 'નેત્રમ' કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નવી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, શશીકુંજની સામે, મીરા નગર રોડ જુનાગઢ ખાતે રૂબરૂ ભરી શકાશે.

નવતર પ્રયોગ

જૂનાગઢ વન વિભાગ દ્વારા ગિરનાર જંગલમાં સિહો વરસાદની મોસમમાં ખુલા માં બેસી શકે અને ખુલી હવા અને મચ્છરના ત્રાસથી છુટકારો મળે તે માટે નેચરલ બેઠક વ્યવસ્થા ઉભી કરાઇ છે જેથી વન્ય પ્રાણી આરામ થી બેસી શકે અદભુત વ્યવસ્થાથી વન્ય પ્રાણી કાદવ કીચડથી બચી શકે વન વિભાગ ના નવતર પ્રયોગ ની પ્રશંસા થઈ રહી છે.(

(1:06 pm IST)