Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સંસદસભ્યને ચેક અર્પણ કરતા ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના હોદેદારો

જામનગરઃ ગુજરાત કોલ્ડ સ્ટોરેજના હોદેદારોએ પી.એમ.કેર્સ ફંડ માટે સાંસદ સભ્ય પૂનમબેન માડમને ચેક અર્પણ કર્યો હતો. કોવિડ-૧૯ સામેના જંગમાં સહભાગી થવા, ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન દ્વારા પી.એમ. કેર્સ ફંડ માટે અનુદાનનો ચેક જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમને અર્પણ કરવામાં આવ્યો તે સ્વીકારી, રાષ્ટ્રસેવા માટે યોગદાન આપવા બદલ સૌ દાતાઓના સંસદ સભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યકત કર્યો હતો.

(1:06 pm IST)