Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જુનાગઢ જિલ્લામાં ૧પ દિવસમાં કોરોનાના ૩૧૭ કેસ વધ્યા-કુલ ૪૧પ

છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦ કેસનો વધારો થયો

જુનાગઢ તા. ૧૬ : જુનાગઢ જિલ્લાના ૧પ દિવસમાં કોરોનાના ૩૧૭ કેસ વધતા કુલ કેસ વધીને ૪૧પ થયા છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કોરોના સંકટ સતત વધી રહ્યું છે જુનાગઢ જિલ્લામાં ગઇકાલે વધુ ૪પ કેસ નોંધાયા છતા જો કે, ૪પ દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા.

છેલ્લા ૧પ દિવસમાં જિલ્લામાં ૩૧૭ કેસનો ઉમેરો થયોછે. અને તેમાંય છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦ કેસ વધ્યા છે આમ કોરોના મહામારી ઝડપભેર ફેલાવા લાગી હતું.

અત્યાર સુધીના કેસ ૪૧પ છે. એકટીવ કેસ ૧પ૩ છે. અને કુલ મૃત્યુ ૧૦ છે.

હાલની સ્થિતીએ જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારો કોરોનાની ઝપટમાં આવી ગયા છે લગભગ દરેક વિસ્તારમાં એક- બે પોઝીટીવ કેસ થઇ ગયા છે

એક સમયે જુનાગઢ જિલ્લામાં એકપણ કોરોના કેસ ન હતા જુનાગઢ શહેરમાં એક દિવસમાં ૪પ કેસ આવતા હવે દર ૩૦ મિનીટે એક પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યો છે.(

(1:04 pm IST)