Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મોરબીનાં વવાણીયામાં શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવનમાં સ્મારક ભવનનું વિજયભાઇના હસ્તે ઇ-ખાતમુહૂર્ત

રાજકોટ,તા.૧૬: મોરબી જીલ્લાના વવાણીયા ખાતે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ખાતે આજે બપોરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ અંગે રાજકોટ સ્ટાર આર્કિટેકટસ સુરેશભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે બપોરે ૧૧ વાગ્યા આસપાસ શ્રીમદ્જીને સાત વર્ષની બાળ વયે તેમના પૂર્વ ૯૦૦ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયેલ. આ સ્થળે શ્રીમદ્ રાજચંદ્રના જન્મભુવનની પ્રતિકૃતીરૂપ સ્મારક ભવનના નિર્માણનું આયોજન કરવામાં આવેલ છે. તેનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

પ્રખર જૈન વિદ્ધાન, સંત અને ગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર નો જન્મ વર્ષ ૧૮૬૭માં વવાણીયા ગામે થયેલ હતો. ૧૮૬૭-૧૯૦૧: માત્ર ૩૩ વર્ષના ટુંકા જીવનકાળમાં તેઓએ જૈન ફિલોસોફી ઉપર ઉંડું ચિંતન કરી, અનેક જૈન કાવ્યો, ગાથા, લેખ વગેરેથી જૈન અને અન્ય ધર્મો ઉપર ઘણુ જ આધ્યાત્મીક જ્ઞાન આપેલ હતું.

મહાત્મા ગાંધીજી વર્ષ ૧૮૯૧માં જ્યારે સાઉથ આફ્રિકાથી ભારત આવેલ ત્યારે હિન્દુ ધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અંગે ઘણા જ દ્ધિઘામાં હતા.

ત્યારે મહાત્માજીને શ્રીમદ્ રાજચંદ્ર નો પરીચય થયેલ અને શ્રીમદ્જીએ ગાંધીજીને હિન્દુ ધર્મની ગહનતા અને વિદ્ધતા વિષે વિસ્તૃત સમજ આપેલ અને ગાંધીજીએ તેમને પોતાના આધ્યાત્મીક ગુરૂ ગણ્યાં હતા.

વવાણીયામાં , શ્રીમદ્જીના જન્મસ્થળે અતિ વિશાળ અને સ્થાપત્ય કલાના અજોડ શિલ્પ સમાન, તેમનું જન્મભુવનનું નિર્માણ થયેલ છે.

આ સમગ્ર આયોજનનો ખર્ચ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રૂ. ૨,૮૫,૦૦,૦૦૦, નુતન ભોજનાલયઃ રૂ. ૨,૫૦,૦૦,૦૦૦, ટોયલેટ બ્લોક સુવિધા : રૂ. ૫૦,૦૦,૦૦૦ કમ્પાઉન્ડ વોલ, કમ્પાઉન્ડ પેવિંગ, લેન્ડ સ્કેપીંગ રૂ. ૧,૩૦,૦૦,૦૦૦ કુલ અંદાજી ખર્ચ રૂ. ૭,૧૫,૦૦,૦૦૦ થયો છે. તેમ સુરેશભાઇ સંઘવીએ જણાવ્યું છે.(

(1:02 pm IST)