Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મોરબીમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરનાર ડોકટરને દંડ

મોરબી,તા.૧૬ : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ આસ્વાદ પાન સામે ઉકરડાના ગંજ છે. આ કચરાના ગંજમાં મચ્છીપીઠ વિસ્તારમાં આવેલ અનુરાગ કિલનિકના ડો. મેહુલ વાગડીયાના સ્ટાફ દ્વારા તેમના કિલનિકનો બાયોમેડિકલ વેસ્ટનો જોખમી રીતે નિકાલ કરવામાં આવતો હતો ઙ્ગતે દરમિયાન જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા ત્યાંથી પસાર થયા હતા. અને આ બાયોમેડીકલ વેસ્ટ ધ્યાને આવતા તેમની સુચનાને પગલે નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેકટર અને પ્રદુષણ નિયત્રણ બોર્ડના અધિકારી સ્થળ ઉપર દોડી ગયા હતા અને સ્થળ ઉપર તપાસ કરતા ઇન્જેકશન,પાટાપીંડી સહિતનો સાડા પાંચ કિલો બાયો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. જેથી જી.પી.સી.બી.એ અનુરાગ કિલનિક નોટિસ ફટકારી છે અને પાલિકા તંત્રએ પાંચ હજારનો દંડ ફટકારી આ કિલનિકને ફરી બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ ન કરવાની કડક સૂચના આપી હતી.

(1:01 pm IST)