Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પોરબંદરમાં ૨૫ હજારના ઇંગ્લીશ દારૂ સાથે ૨ ઝડપાયાં

પોરબંદર,તા.૧૬: ઇંગ્લીશ દારૂના આરોપીઓની પુછપરછ બાદ વધુ ૨ આરોપીઓને પોલીસે ૨૫,૪૦૦ના દારૂ સાથે પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જમાં દારૂ-જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર દ્વારા એક ખાસ ડ્રાઇવર (ઝુંબેશ)નું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.સી.કોઠીયા દ્વારા દારૂ-જુગારના વધુમાં વધુ કેસો કરવાની સુચના કરવામાં આવેલ જે અનુસંધાને પેરોલ/ફર્લો સ્કોડના ,પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા સ્ટાફના માણસોએ આરોપી નરબત ખીમાભાઇ ખીસ્તરીયા તથા રાજુ અરજનભાઇ ખીસ્તરીયાનાઓ વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગે.કા. દારૂનીી ૧૬૮ બોટલો કબ્જે કરેલ તે અંગે ગુનો દાખલ કરાવેલ.

 તે ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓને ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા પોતે બંનેએ વિજયભાઇ લાધવાભાઇ ખુંટી રહે. કોલીખડા વાડી વિસ્તાર તા.જી.પોરબંદર વાળાને ચાર પેટી ભારતીફ બનાવટના દારૂની વેચેલ હોવાની હકિકત જણાવતા વિજયભાઇ લાધવાભાઇ ખુંટી રહે કોલીખડા વાડી વિસ્તાર તા.જી. પોરબંદર મુળ રહે. બખરલા વાળાને એસ.ઓ.જી કચેરીએ બોલાવી પુછપરછ કરતા મજકુરે સ્વખુશી મેકડોવેલ નંબર -૧ વ્હિસ્કી દારૂની બોટલો ભરેલ બાચકા નંગ-૪ બોટલો નંગ-૪૧ કિ. રૂ. ૧૨,૩૦૦ કાઢી આપતા તમામ મુદ્દામાલ કબ્જે કરેલ અને આ અંગે ઉપરોકત ત્રણેય ઇસમો વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે અને આરોપીનો કોવિડ-૧૯નો રીપોર્ટ કરાવવા હોસ્પિટલ મોકલી આપેલ છે.

આ કામગીરી શ્રી એચ.સી. ગોહીલ  ઇ/ચા પી.એસ.આઇ પેરોલ/ફર્લો સ્કોડ તથા પેરોલ/ ફર્લો સ્કોડ કોન્સ્ટેબલ પિયુષભાઇ બોદર તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ નકુમ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઇ ગોહિલ તથા વજશીભાઇ વરૂ દ્વારા કરવામાં આવેલ છે.

બંને આરોપીઓની ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા પોતે બંનેએ સંજય ભીમાભાઇ ઓડેદરા રહે ખાપટ તા.જી.પોરબંદર વાળાને ત્રણ ેપટી ભારતીય બનાવટના દારૂની વેચેલ હોવાની હકીકત જણાવતા હકિકત વાળા ઇસમને શોધ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા મજકુર ઇસમ પાસેથી (૧) રોયલ સ્ટગ કલાસીક વ્હિસ્કી દારૂની બોટલો ભરેલ બાચકા નંગ-૨ કુલ બોટલ નંગ ૨૪ કિ.રૂ. ૯૬૦૦ તથા (૨) મેકડોવેલ નંબર વ્હિસ્કી દારૂની બોટલો ભરેલ બાચકુ-૧ બોટલો નંગ-૧૨ કિ. ૩૬૦૦ મળી કુલ બોટલ નંગ-૩૬ કિ.રૂ. ૧૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ અને આ અંગે ઉપરોકત ત્રણેય ઇસમો વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે અને આરોપીનો કોવીડનો રીપોર્ટ કરાવવા હોસ્પિટલ મોકલી આપેલ છે.(

(12:57 pm IST)