Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મૂળીના મુંજપર ગામે કૂરિવાજોને તિલાંજલી આપી

લગ્નપ્રસંગે દાંડીયારાસ ધોરપ્રથા દારૂનું સેવન અને મૃત્યુબાદ મૃત્યુભોજન અને ટાણા જેવા કુરિવાજો પર પ્રતિબંધ મુકયો

વઢવાણ, તા.૧૬: મૂળી તાલુકાના મુંજપર ગામે શંકરની પાટી વિસ્તારના વડીલો યુવાનોએ ભેગા મળી સ્વ.લાખુભા પરમારની  પુણ્યતિથિએ કુરિવાજ દુર કરવાની પ્રતિજ્ઞા કરી સ્વ.લાખુભાને એક અનોખી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

લગ્નસમયે કે મૃત્યુબાદ દેખાદેખીના કારણે થતા ખોટાખર્ચ અને જેવાકે દાંડીયારાસ ધોરપ્રથા જમણવાર અને મૃત્યુબાદ થતા ટાણાના ખર્ચા પાછળ અનેક પરિવારોને હાલાકી ભોગવવી પડતી હતી દેણુ ઉછીના પાછીના દાગીના વેચીને પણ આ પ્રથા નિભાવવી પડતી હતી.

ત્યારે મુંજપરા ગામના વડીલો અને યુવાનોએ તા.૧૪ જુલાઇના રોજ લગ્ન સમયે દાંડીયારાસ ધોરપ્રથા જમણવાર અને દારૂ સહિત નશા કારક સેવન પર પ્રતિબંધ મૂકી યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવી નવી રાહ બતાવી હતી મૃત્યુબાદ ટાણુ (બારમુ) અને મૃત્યુભોજન પર પણ સ્વૈચ્છીંક પ્રતિબંધ મૂકી અનોખી પહેલ કરી હતી.

અગાઉ મૂળી તાલુકાના ગૌતમગઢ ગામના યુવાને પોતાના લગ્નમા દારૂ દાંડીયારાસ ધોરપ્રથા જમણપ્રથા નહિ કરવાનુ સાહસ દાખવેલ મૂળી ચોવીસી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મૂળી ક્ષત્રિયચોવીસીના ગામે ગામ ફરી સમાજને કુરિવાજો નાબુદ કરવા જુબેશ શરૂ કરી હતી જે વિચારધારાને ઘણા ગામોમા પ્રતિસાદ મળેલ હતો મુંજપરા જેવા નાના ગામમાં સમાજ સુધારણા કરી કુરિવાજોને તિલાજંલી આપી હતી.(

(12:56 pm IST)