Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જસદણ પંથકમાં કોરોના બોમ્બ ફૂટયો :બે દિવસમાં સાત કેસ આવતા લોકોમાં ભય

આટકોટ, તા. ૧૬ : જસદણ પંથકમાં જાણે કોરોના બોમ્બ ફૂટયો હોય તેમ ગઇકાલે એક સાથે ૬ કોરોના કેસો આવ્યા બાદ આજે વધુ એક કેસ આવતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.

ગઇકાલે જસદણના ગીતાનગરમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઇ હિરપરા ઉ.વ.૩પ, જીલેશ્વર પાર્ક પાસે રહેતા મુળજીભાઇ અમરશીભાઇ રાજપરા ઉ.વ.૭૧ અને ઉદયભાઇ દિલીપભાઇ મહેતા ઉ.વ.ર૬, રવજીભાઇ બચુભાઇ ઉ.વ.૬૦ પાંચવડા, હંસાબેન રાદડીયા ઉ.વ.પ૬ શિવરાજપુર અને વિંછીયા શબરીમાં શેરી ખાતે રહેતા નીતાબેન વિજયભાઇ ઉ.વ.૩૦ના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દિવસભર દોડધામ મચી ગઇ હતી.

આજે પણ વહેલી સવારે ભાડલાના રાજા-વડલા ગામના હરગોવિંદભાઇ હરીયાણી ઉ.વ.૪૩નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જસદણ-વિંછીયા પંથકમાં રોજે-રોજ કોરોના કેસો વધવા લાગતા તંત્રએ કડક કામગીરી કરવાની પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

(12:54 pm IST)