Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભાવનગરમાં ઘરફોડીના મુદામાલ સાથે બે સિંધી યુવાનો ઝડપાયા

ભાવનગર, તા.૧૬: ભાવનગર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે લવરમુછીયા શખ્સોને ઝડપી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.

રૂપાણી સર્કલ દીવડીયુ ચોકમા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદીયાને હકિકત મળેલ કે સરદારનગર સર્કલ જવાના રસ્તા તરફથી બે ઇસમો હોન્ડા શાઇન મો.સા મા બેસી સાથે થેલીઓ તથા બોક્ષ લઇ આવવાના છે જેઓની પાસે રહેલ થેલીનો માલ સામાન તથા બોક્ષમા રહેલ વસ્તુઓ ચોરાઉ અથવા છળકપથી મેળવેલ હોવાની શંકા છે. જેથી વોચમા રહેતા (૧) રાજેશ ભાઇ ઉર્ફે રવી મોહનભાઇ પરવાણી/સીંધી ઉવ.૨૬ રહે.સિંધુનગર દેવુમાના મંદિર પાસે મફતનગર (૨) લખનભાઇ હીરાલાલ લેખરાજાણી/સિંધી ઉવ.૨૪ રહે.હાલ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી પ્લોટ નં-૦૬ મુળ-સિંધુનગર દેવુમાના મંદરની સામે મફતનગર  વાળાઓ પાસેથી (૧) એક લીલા કલરના રેકજીનના પાઉચમા એક કાળા કલરનો નિકોન કંપનીનો કેમેરો કી.રૂ.૪૦૦૦/- (૨) એક કાળા કલરના રેકજીનના પાઉચમા એક સિલ્વર બ્લેક કલરનો સોની કંપનીનો કેમેરો કી.રૂ.૮૦૦૦/- (૩) એક કાળા કલરના રેકજીનના પાઉચમા એક સ્કાયબ્લુ કલરનો સોની કંપનીનો કેમેરો કી.રૂ.૪૦૦૦/-(૪) એક તાંબાનો ગ્લાસ જેની કિ.રૂ.૧૦૦/- (૫) ખાખી કલરના પુઠાના બોક્ષામા એક સેમસંગ કંપનીનુ કાળા કલરનુ એલ.ઇ.ડી ટી.વી કિ.રૂ.૨૫૦૦૦/ -(૬) મો.સા હોન્ડા શાઇન રજી નંબર જીજે-૦૪-ડીએલ-૧૧૮૫ કિ.રૂ.૪૦૦૦૦/-(૭) મજુકુર બન્ને ઇસમોની અંગ ઝડતી માથી મોબાઇલ નંગ-૨ મળી જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

ઉપરોકત ચિજ વસ્તુઓ શંકાસ્પદ મળી આવેલ જે બાબતે સંતોષકારક જવાબ આપેલ નહી.

જેથી મજકુર ઇસમોએ સદરહું ચિજ વસ્તુઓ છળ કપટથી અગર ચોરી કરેલ હોવાનું જણાતુ હતું સી.આર.પી.સી. ૧૦૨ મુજબ શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. મજકુર ઇસમોની સદ્યન પુછ પરછ કરતા એકાદ મહીના પહેલા સરદારનગર શ્રીજીનગર મા આવેલ બંધ મકાનમાથી રાત્રીના ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરી તેણે તથા તેના સાગરીત ટહેલરામ ઉર્ફે ટીનુ મોહનભાઇ હરવાણી રહે.ભરતનગર શહેર ફરતી સડક ભાવનગર વાળાઓએ કરેલની કબુલાત આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા ઘનશ્યામભાઇ તથા વનરાજભાઇ ખુમાણ તથા સાગરભાઇ જોગદિયા તથા જયરાજસિંહ જાડેજા તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા મહીપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝખાન પઠાણ તથા સંજયભાઇ ચુડાસમા તથા જયદિપસિંહ ગોહીલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.(

(11:54 am IST)