Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી ખેડુતોને નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવા કોંગ્રેસની માંગણી

પોરબંદર, તા., ૧૬: જિલ્લાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદને કારણે ખેડુતોને થયેલ નુકશાનીનો સર્વે કરીને વળતર ચુકવવા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ કે આ વર્ષે ખુબ જ વધારે વરસાદ થતા પોરબંદર જિલ્લામાં વયાપક પ્રમાણમાં ખેડુતોના પાકને નુકશાન થયેલ છે અને જિલ્લાના ગામડાના આંતરીક રસ્તાઓનું પણ ધોવાણ થયેલ છે.

પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે આવેલ પુરના કારણે વર્તુ નદીના કાંઠે આવેલ મોરાણા, ભોમીયાવદર, સોઢાણા, ફટાણા, ભેટકડી, અડવાણા, શિંગળાચ, વડાળા, શિશલી સહીતના ગામોમાં તેમજ શિંગરીયા, પાતા, મંડેર, કડછ, ગરેજ, મિત્રાળા, ભડ, લુશાળા, એરડા, દેરોદર, ચિકાસા, ગોસા બારા સહીતના ગામોમાં તેમજ રાણાવાવ તાલુકાના કંડોરણા, ઠોયાણા, ભોડદર, મહીરા, પાદરડી, કેરાળા, બાપોદર, જાંબુ, નેરાણા સહીતના ગામોમાં અને કુતિયાણા તાલુકાના પસવારી, મોડદર, કાસાબડ, છત્રાવા, ભોગસર, ધરશન, કલલકા, રેવદ્વહા, તરખાઇ, જમરા, કડેચી, મહીયારી, ફેરર સહીતના ગામોમાં ખુબ જ મોટુ પુર આવેલ અને આખા કારણે ખેડુતોના ખેતરોમાં ખુબ જ મોટા પાયે ધોવાણ કર્યુ છે.

 આ ઉપરાંત આ પુરના કારણે ગામડાઓમાં આવવા જવા માટેના આંતરીક રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે અમુક ગામોમાં તો આવવા જવા માટેના રસ્તા પણ ચાલવા લાયક રહયા નથી. આથી આ રસ્તાઓ પણ તાત્કાલીક રીપેર કરવાની માંગણી છે. ગામોમાં તાત્કાલીક સર્વે કરાવીને ખેડુતોને ખેર ધોવાણ અને પાક નિષ્ફળ જવાનું વળતર ચુકવવા તથા સર્વે કરાવીને ખેડુતોને ખેતર ધોવાણ અને પાક નિષ્ફળજવાનું વળતર ચુકવવા તથા સર્વે કરવાની કામગીરી તાત્કાલીક દિવસ ૭માં કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવા રજુઆતમાં જણાવેલ છે.

(11:54 am IST)