Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઉપલેટા પોલીસે નિરાધાર વ્યકિતના અગ્ની સંસ્કાર કરી માનવતા મહેકાવી

ઉપલેટા, તા. ૧૬ :  ઉપલેટા શહેરમાં ભિક્ષાવૃતિ કરી પોતાના સગીર વયના દીકરાનો તેમજ તેમનું ભરણપોષણ કરતાં યુપીના હમીરપુર ગામના રહેવાસી રાજેન્દ્રસીગ ઉર્ફે રાજકુમાર હિંમતસીગ ઠાકોર ઉંમર (વર્ષ ૪૫)નુ બીમારીને કારણે મરણ થતાં તેમના કોઈ અંગત સ્વજનો અહીં હાજર ન હોય અને તેમનો સગીર વયનો નો દીકરો કશું કરી શકે તેમ ન હોય આવા વખતે એમ કહી શકાય કે જેમને ભગવાને જ મોકલ્યા હોય એવા ઉપલેટા પોલીસ સ્ટેશનના જમાદાર શ્રી ગોવિંદભાઈ વાઘમશી તેમજ પોલીસ જવાન વાસુદેવ સિંહ જાડેજા ને જાણ થતાંઙ્ગ તાત્કાલિક તેમના સગા ઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ દૂર હોય અહીં પહોંચી શકે તેમ ન હોય અને માનવતાના ધોરણે આ કમભાગ્ય જીવના અંતિમ સંસ્કાર કરી આપવા અપીલ કરતા આ માનવતાવાદી જમાદાર ગોવિંદભાઈ વાઘમશી તેમજ સાથી વાસુદેવ સિંહ જાડેજા એ આ મૃતકની સઘળી જવાબદારી લઇ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી બતાવ્યું હતું.

પોલીસ જમાદાર વાઘમશી ભાઈ દ્વારા આ મરણ જનાર દુખી જીવનો અંતિમ સંસ્કારનો સંપૂર્ણ ખર્ચ પોતે ભોગવ્યો હતો અને સાચા અર્થમાં સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ માનવતાવાદી સેવા કાર્યમાં તેમની સાથે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ વિનુભાઈ ચુડાસમા રમેશભાઈ આહુજા તેમજ નગર સેવા સદનના દાનાભાઈ ચંદ્રવાડીયા તેમજ નગર સેવા સદનના કામદારો આ માનવતાવાદી સેવાકાર્યમાં હાજર રહ્યા હતા.(

(11:55 am IST)