Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોટડાસાંગાણીમાંથી બોગસ ડોકટરની પ્રેકટીસનો પોલીસે ભાંડો ફોડયો

રાજકોટ, તા.૧૬ : પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્યની સુચના મુજબ એસ.ઓ.જી. શાખાને લગતી કામગીરી સબબ એસ.ઓ.જી. બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા પો. સબ ઇન્સ. એચ.ડી. હિંગરોજા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે કોટડાસાંગાણી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન હકીકત મેલ કે ભાવેશભાઇ પટેલ રહે. રાજપરા ગામ તા. કોટડાસાંગાણી વાળો પોતે કોઇ પણ જાતની ડીગ્રી વગર પોતાની ડોકટર તરીકે ઓળખ આપી પોતે ડોકટર હોવાનું જણાવી પ્રાઇવેટ દવાખાનું ચલાવે છે.

ભરોસાપાત્ર હકીકત મળતા પો. સબ ઇન્સ. એચ.ડી. હિંગરોજાએ નારણકા ગામના મેડીકલ ઓફીસર ડો. બી.ટી. જોષીને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ભાવેશભાઇ રમેશભાઇ કોઠીયા પટેલ (ઉ.વ.૪૦) ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે. રાજપરા ગામ તા. કોટડાસાંગાણી જી. રાજકોટ વાળો પોતે કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર પોતે ડોકટર હોવાની પોતાની ઓળખ આપી અને દવાખાનું ચલાવતા મેડીકલ પ્રેકિટસને લગતા સાધનો તથા જુદી જુદી દવાઓ સાથે મળી આવતા કોટડાસાંગાણી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી ભાવેશભાઇ રમેશભાઇ કોઠીયા જાતે પટેલ પાસેથી (૧) જુદા જુદા પ્રકારની દવાઓ (ર) ઇન્જેકશનો-સીરપ (૩) સીરીજ-નીડલ (૪) ગ્લુકોઝના બાટલાઓ (પ) મેડીકલ પ્રેકટીસને લગતા જુદા જુદા સાધનો (૬) મુદામાલ કુલ રૂપિયા ૧ર,૩૩રનો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર  એ.આર. ગોહીલ, પો. સબ ઇન્સ. એચ.ડી. હિંગરોજા, પો.હેડ કોન્સ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, અમિતભાઇ કનેરીયાએ બજાવી હતી.(

(11:49 am IST)