Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નીલાખામાં વેણુ -૨ ડેમ નદીનું પાણી ફરી વળતા પાક અને મહેનત મરણ પથારીએ

ઉપલેટા,તા.૧૬: તાજેતરના પડેલા વરસાદથી કયાંક ખુશીનો માહોલ છે તો કયાંક દુઃખના વાદળો પણ છવાઈ ચૂકયાં છે. જે રીતે વરસાદી વાતાવરણ જામ્યું છે તેને લઈને ઉપલેટા પંથકની અંદર પણ વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે આ વચ્ચે જગતના તાત એવા ખેડૂતો માટે સૌપ્રથમ તો ખુશીનો માહોલ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આ ખુશીના વાદળો સ્વરૂપે જે વરસાદ પડતો હતો તે ખુશી થોડા જ સમયમાં તકલીફોમાં વાદળોમાં ફેરવાઈ ગયા. વરસાદથી ખુશી તો જોવા મળી પણ થોડા જ સમયમાં આ વરસાદી માહોલ વધી જતા ખેડૂતોના ઊભા મોલને નુકસાન થયેલ છે ભારે વરસાદને પગલે ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી જેને પગલે ડેમના તમામ દરવાજા ખોલી નખાયા હતા.

આ વિસ્તારની અંદર જે જીવાદોરી સમાન એવા ડેમોના પાટીયા ખોલી દેવાયા હતા આ પાટીયા ખોલી દેવાતા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામો અને તેમના ખેડૂતોના ખેતરમાં આ ડેમનું પાણી દ્યૂસી ગયું હતું અને જે થોડા સમય પહેલાં જ શ્રીગણેશ કરેલા હતા તે પાકને ભયંકર નુકસાન થયું છે હજુ પણ ઘણા ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે જેને લઇને આ ખેડૂતો માટે જે ખુશીનો માહોલ આવ્યો હતો તેને બદલે દુઃખ નો માહોલ છવાઇ ગયો. જે રીતે દુઃખના વાદળો છવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

સરકાર ખેડૂતોની છે તેવું કહે છેઙ્ગ પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર અમારા સુધી કોઈપણ મદદ પહોંચાડતી નથી માત્ર મદદ ની વાતો જ કરે છે હજુ સુધીઙ્ગ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી કોઇ પણ યોગ્ય મદદ મળી નથી ત્યારે જગતનો તાત કહી શકાય એવા ખેડૂતો દ્વારા માંગ કરી રહ્યા છે કે જે આ નુકસાન થયું છે તેમનો વહેલી તકે સર્વે કરાવે અને જે નુકસાન થયું છે તેમનું યોગ્ય વળતર મળે જેથી કરીને ખેડૂતોએ ધિરાણ તેમજ ઊછી ઉધાર કરી બિયારણ દવા ખાતરનો ખર્ચ કર્યો છે તે પરવડે અને તેમનું દ્યર પણ ચાલી શકે તેવી માંગ સાથે ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માગણી કરી રહ્યા છે.

(11:48 am IST)