Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મોટી પાનેલીમાં ગાજવીજ સાથે બે ઇંચ

ખેતરોમાં પાણી ભરાયા સતત દસ દિવસથી વરસતા વરસાદથી પાક નિષ્ફળ :ખેડૂતો ચિંતિત : વીજળી પડતા ટીસી બળ્યું

મોટી પાનેલી,તા.૧૬ : ઉપલેટાના મોટી પાનેલી ગામમાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું સાંજના ચાર વાગે મેદ્યરાજા એ ભારે ગાજવીજ સાથે એન્ટ્રી કરતા છ વાગ્યાં સુધી દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો વિરામ બાદ સાંજે ફરી દસ્તક દેતા વધુ અડધો ઇંચ પડતા કુલ બે ઇંચ વરસાદ પડી ગયો બજારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા બાળકો ગેલમાં આવી નહાવા નીકળી પડ્યા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા ખેતર વિસ્તાર માં વીજળી પડતા વીજ કંપનીનું ટીસી બળી હતું બીજી બાજુ સતત દસ દિવસ થી પડતા વધુ પડતા વરસાદ ના પગલે ખેતરોમાં ઉભો મોલ બળીને નિષ્ફ્ળ જતા ખેડૂતોની ચિંતા માં વધારો થયો છે.

(11:37 am IST)