Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વઢવાણમાં કોરોના મહામારી વચ્ચે ગંદા પાણીથી રોગચાળાના ભયઃ તંત્ર ઉંઘે છે

વઢવાણ,તા.૧૬ : વઢવાણના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરમા પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાની સમસ્યા સર્જાય છે!વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં વરસાદી તેમજ પાણી વારાના દિવસે પાણી ગટરની બહાર ઉભરાવાની સમસ્યા છે! આ પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય છે.  છેલ્લા ઘણા સમયથી વોર્ડ નં. ૮ના આ વિસ્તારોમાં ગટરના ગંદા પાણીની સમસ્યા અને પાલિકા તેમજ સદસ્યોને પણ વારંવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવી હોવાનું રહીશોએ જણાવી રહ્યા છેે. છતા યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી.!

હાલ કોરોના મહામારી વચ્ચે ગંદા પાણીથી રોગચાળાના ભય વચ્ચે નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં વરસાદી તેમજ અવારનવાર પાણીવારે ભરાવાની સમસ્યા સર્જાય છે. રહીશો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ભૂગર્ભ ગટરની કામગીરીમા પાણીના નિકાલ માટે પાઈપ નાની છે તેમજ લાઈનમાં ટોઈલટની લાઈન આપેર છેજેના કારણે સમગ્ર વિસ્તારનુ પાણી આવતુ હોવાથી વરસાદી તેમજ પાણીના વારે આંગણામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.! જયારે પાલિકા દ્વારા સમ્યાનતરે ગટરની સફાઈ પણ કરવામાં ન આવતી હોવાની રાવ ઉઠી છે. આ બાબતની ગંભીરતા લઇને વોર્ડ સદસ્યો યોગ્ય કરે તેવી રહીશોની માગ ઉઠી છે.

(11:33 am IST)