Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા કચેરીઓમાં સેનેટાઈઝર પંપ મુકાયા

હળવદ,તા.૧૬ : હાલની વૈશ્વિક મહામારી કોરોનાએ આખા દેશ અને દુનિયાના દરેક છેડે ભરડો લીધો છે. હળવદ તાલુકામાં પણ કોરોનાએ દસ્તક દીધી છે એવા સમયે હાથોને વારંવાર સેનેટાઇઝ કરવાથી આ સંક્રમણથી બચી શકાય છે એવી મેડિકલી સલાહ પણ લોકોને આપવામાં આવે છે.ઙ્ગ

 રોટરી કલબ ઓફ હળવદ દ્વારા લોકોની જયાં ખુબજ અવરજવર રહે છે એવા શહેરના સરકારી દવાખાને, નગર પાલિકાએ, મામલતદાર ઓફિસે, પોલીસ સ્ટેશને અને ટીકર ગામના સરકારી દવાખાને એમ કુલ પાંચ જગ્યાએ ત્યાંના સ્ટાફ મિત્રો અને મુલાકાતીઓ ,અરજદારો અને દર્દીઓ માટે પગ લગાવીને હાથોને સાફ કરી શકાય એવા ફૂટ પંપ મુકવામાં આવ્યા. આ તકે મામલતદાર વી.કે.સોલંકી , પી.આઈ. દેકાવાડિયા નગર પાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયા  , ડો.કૌશલભાઈ પટેલની ઉપસ્થિતમાં આ પંપને જેતે કચેરીઓમાં સોંપવામાં આવ્યા હતા. આ પ્રોજેકટ માટેનું અનુદાન રોટે. હિતેનભાઈ ઠક્કર,રોટે. કાંતિભાઈ પટેલ, રોટે. પીયૂષભાઈ ઠક્કર, ફુલજીભાઈ વિરજીભાઈ એરવાડીયા ટીકર તરફથી આપવામાં આવ્યું હતું.

(11:33 am IST)