Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઉના તાલુકામાં અડધાથી એક ઇંચ : મચ્છુન્દ્રી ડેમ ૭પ ટકા ભરાયો : રાવલ ડેમનો ૧ દરવાજો ખોલ્યો

ઉના, તા. ૧૬ : ઉના શહેર તથા તાલુકામાં ગઇકાલે ધીમી ધારે અડધોથી ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉના મોસમનો સાડા પંદર ઇંચ વરસાદ થયેલ છે. મચ્છુન્દ્રી ડેમમાં ઉપરવાસથી પાણીની આવક વધતા ૭પ ટકા ભરાયો છે. રાવલ ડેમનો એક દરવાજો ખોલ્યો છે.

શહેરમાં સવારથી વાદળીયા વાતરણ વચ્ચે આખો દિવસ ઝરમર, ઝાપટા સ્વરૂપે અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે. મોસમનો ૩૮૦ મી.મી. એટલે સાડા પંદર ઇંચ વરસાદ થતા શહેર તાલુકાની નદીમાં પાણી આવતા કુવા-બોરના તળ ઉંચા આવ્યા છે. તાલુકાના દેલવાડા, નવાબંદર, સમીર , માણેકપુર, અંજાર, સનખડા, નાઠેજ સામતેરા ભાચા, વાવરડા, કંસારીમાં ૧ ઇંચ વરસાદ વરસી ગયો છે.

ઉના-ગીરગઢડા તાલુકાના મછુન્દ્રી ડેમમાં ઉપરવાસ વરસાદને કારણે ર૦ સે.મી. પાણીની આવક આવતા ૮.પ૦ મીટર ભરાયો છે. ૧૦ મીટરે ઓવરફલો થાય છે તેમજ રાવલ ડેમમાં પણ પાણની આવક ચાલુ રહેતા ૧૭.૭૦ મીટર લેવલ જાળવવા ડેમનો એક દરવાજો અડધો ફુટ ખુલ્લો રખાતા રાવલ નદીમાં પાણી અને ઘોડાપુર આવેલ છે.(

(11:31 am IST)