Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભાવનગર કારડીયા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સેવા જ કમિટીમાં બહેનોને સમાવેશ કરાયો

મૃત્ય-શ્રીમંત સમયે થતા કાર્યોમાં ધરખમ ફેરફાર કરવા જનજાગૃતિનો નિર્ણય

ભાવનગર તા.૧૬ :  ભાવનગર કારડિયા રાજપૂત સમાજ દ્વારા મહિલા સંગઠન માટે પહેલ કરવામાં આવી છે. મૃત્યુ અને શ્રીમંત બન્ને રીવાજમા ધરખમ ફેરફાર કરાવવા રાજપૂત રીવાજ કમિટી બહેનોનો પણ સમાવેશ કરી દરેક ગામડે બનાવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.

ભાવનગર સમાજ દ્વારા ગામડે ગામડે રિવાજ સુધારણા અને મહિલા જાગૃતિ માટે પ્રથમ મીટિંગ શિહોર મુકામે ડો. અવનીબા મોરી કલાસવન ઓફીસર ગાંધીનગર અને શ્રી માનસિંહભાઈ ચૌહાણ આશાપુરા જવેલસની ઉપસ્થિતિમાં આગેવાનો દ્વારા બંધનપાર્ટીપ્લોટ(મનુભાઈ ચાવડા ) ખાતે ચિથર દાદા અને ભાવશંગભાઈ મોરી (વાડિયા), દીપશંગભાઇ ચૌહાણ ઉસરડ, દિલીપભાઈ પરમાર વડીયા, લક્ષ્મણ ભાઈ કાઠિયા , જોરૂભાઈ અને પ્રતાપભાઈ(ખાંભા), મનુભાઈ રાઠોડ પુર્વ જીલ્લા સદસ્ય-ભુપતભાઈ મોરી અને મનુભાઈ મોરી કાજાવદર, રાજેન્દ્રસિંહ (ઈશ્વરીયા) વગેરે આગેવાનો અને યુવાનોની હાજરીમાં મીટિંગ થયેલી.

ત્યારબાદ ગૌતમેશ્ચર નગર ભાવનગર ડો અવનીબા મોરી કલાસવન ઓફીસર ત્થા માનસિંહભાઈ ચોહાણ (આશાપુરા જવેલર્સ )ની ઉપસ્થિતીમાં મીટીંગ મળેલ .જેમાવિજયસિંહ ચેહાણ પ્રમુખ શિવભવાની ગૃપ દાનસિંહ નકુમ પ્રમુખ શકિતભવાની ગૃપ ચિત્રા ફુલસર બળદેવસિંહ જાદવ પ્રમુખ કાળિયાબિડ દોલતલિંહ ચૌહાણ, પ્રમુખ ગૌતમેશ્વરનગર પ્રમુખત્થા જોરસંગભાઈ ઘોલેતર, કિરીટસિંહ હાડા, ઉદેશંગભાઈ ડોડીયા, રાજેન્દ્ર સિંહ સોલંકી સહિત તમામ યુવાન ભાઈઓ વચ્ચે આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મીટિંગ  કરવામાં આવી.

જેમાં ભાવનગર શહેરના દરેક વિસ્તારોના ગ્રુપના આગેવાનો હાજર રહેલ. આ મિટિંગમાં લેવામાં આવેલ નિર્ણયોમાં(૧) શ્રીમંત પ્રસંગે વધુ સમૂહ ભેગા ન કરવાના બદલે પોતાના કુટુંબના ઘર દીઠ એક એક સભ્ય થી પ્રસંગ કરવો તેના બદલે આવનારા સંતાન માટે બેન્ક માં ફિકસ રકમ મૂકવી, (૨) મરણ પ્રસંગે બહેનોમાં  છાજિયાં મરશિયા જેવા રિવાજો દૂર કરી પ્રભુ સ્મરણ અને શાંતિ પ્રાર્થના રાખી બેસણા કરવા, (૩) મરણ પ્રસંગે સળંગ ૫ દિવસ સુધી જ બેઠક રાખવી પછી ઉત્તર ક્રિયા કાર્ય વખતે પરિવાર કુટુંબ હાજરીમાં કરવી વધુ સમૂહ ભેગા કરવા નહીં, (૪) બહેનો ના પહેરવેશ બાબતે ખાસ કાળજી લેવામાં આવે કારડિયા રાજપૂત સમાજના બહેનોને શોભે તેવી રીતે પહેરવેશ રાખવા.(૫) ગામડે ગામડે અને શહેરમાં દરેક વિસ્તારો માં મહિલા સંગઠન કરવા. અને રિવાજો બાબતે જાગૃતિ લાવવા.

આમાં સમાજના દરેક પરિવાર નું હિત છે. આ મેસેજ દરેક ગામમાં જાય અને જાગૃતિ આવે તે માટે સમાજ સેવા કરવા અપીલ કરાઈ હતી તેમ ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત સમાજ આગેવાન માનસિંહભાઈ ચોહાણે જણાવેલ છે.

(11:30 am IST)