Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામના યુવક દ્વારા પરિવાર સાથે આત્મ વિલોપનની ચિમકીથી દોડધામ

ગામના સરપંચ સામે તપાસની માંગણી કરાતા વારંવાર હેરાનગતિ લઇને ચિમકી ઉચ્ચારાય

ગારીયાધાર તા.૧૬: તાલુકાના મોટી વાવડી ગામે રહેતા રાજેશભાઇ નરસિંહભાઇ વિરાણી દ્વારા પરિવાર સાથે આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

મોટી વાવડી ગામ ખાતે સરપંચ અને તલાટી મંત્રી દ્વારા સ્વજન ધારા યોજના હેઠળ લોકફાળો ઉઘરાવી ખોટી પહોંચ આપી મસ મોટી રકમ આપી ભ્રષ્ટાચાર કરેલ હોઇ તેમજ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવેલ કામોમાં ભ્રષ્ટાચાર કરેલ હોઇ જે બાબતે સરપંચ વિરૂધ્ધ તપાસની માંગણી કરવામાં આવી હતી.બાદમાં સરપંચ દ્વારા રાજેશભાઇને પોલીસ સ્ટેશન ખાતે ખોટી ફરિયાદ કરી અને તેના પરિવારજનોને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને સરપંચ વિરૂધ્ધ માંગવામાં આવેલ તપાસો પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવે છે જે બાબતથી રાકેશભાઇ દ્વારા (પ) દિવસની અંદર તંત્ર દ્વારા કોઇ પણ પગલા લેવામાં નહિ આવે તો પરિવાર સાથે આત્મવિલોપન કરશે તેવી જીલ્લા કલેકટર સહિત ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવેલ છે.

(11:29 am IST)