Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઝાલાવાડમાં વધુ ૩૧ કેસ : પહેલીવાર ૭ તાલુકામાં એકસાથે કોરોનાનો કહેર

ફફડાટ : સુરેન્દ્રનગર શહેરમાં વધુ ૧૮ કેસ નોંધાયા : ધ્રાંગધ્રા, પાટડી, લખતર, ચુડા, લીંબડી અને સાયલામાં લોકલ સંક્રમણ વધ્યું : ઝાલાવાડમાં ૧૧૨ દિવસમાં કોરોનાના ૪૧૭ કેસ : જુલાઇના માત્ર ૧૦ જ દિવસમાં ૨૧૭ કેસ વધ્યા

વઢવાણ તા. ૧૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. બુધવારે નવા ૩૧ કેસ નોંધાયા છે. જેમાં ૧૮ કેસ માત્ર સુરેન્દ્રનગર શહેરમાંથી મળી આવ્યા હતાં. જયારે પાટડી, ધ્રાંગધ્રા, લીંબડીમાં ૩-૩, લખતરમાં ૨, સાયલા, ચૂડામાં ૧-૧ દર્દીઓ નોંધાયા હતાં. બુધવારે પ્રથમવાર ઝાલાવાડના ૭ તાલુકામાં એકસાથે કોરોનાએ કહેર વરસાવતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી છે. નોંધનીય છે કે, લોકડાઉનના ૩૦ દિવસ બાદ પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ પ્રથમ ૨૦૦ કેસ થતાં ૧૦૨ દિવસ લાગ્યા હતાં પરંતુ અનલોક બાદ જુલાઇના ૧૦ દિવસમાં જ બીજા ૨૧૭ કેસ વધતા જિલ્લાનું કોરોનામીટર ૪૧૭ને આંબી ગયું છે. બીજી તરફ બુધવારે ૬ દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને કોવીડ સેન્ટરમાંથી રજા અપાઇ હતી.

કોવિડના આઇસોલેશન વોર્ડમાંથી બે દિવસ પહેલા કોરોના પોઝિટીવ દર્દી ભાગ્યો હોવાની ચર્ચાથી ચકચાર ફેલાઇ હતી. જો કે પોલીસે દર્દીને લખતરમાંથી પકડી લીધો હતો. ત્યારે આ દર્દી હાલ વઢવાણ ગણપતિ ફાટસર વિસતારમાં અને પહેલા લખતરમાં રહેતો હોવાનું બહાર આવ્યુ હતુ. જયારે હોસ્પિટલના સીડીએમઓ ડો.એચ.એમ. વસેટિયને જણાવ્યું કે, આવી કોઇ ઘટના ધ્યાને નથી આવી.

ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૬ દર્દીઓને બુધવારે રજા અપાઇ છે. જેમાં સુરેન્દ્રનગરના પ્રીતેશભાઈ, નિર્મળાબે, વિમલભાઈ, હરેશભાઈ, ધીરજલાલ અને ભરતસિંહને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૧૫ જુલાઇએ કોવિડ હોસ્પિટલમાં રજા આપવામાં આવીછે.

લીંબડી મોરભાઈના ડેલા પાસે રહેતા ૮૦ વર્ષીય વીમલબેન મહેન્દ્રભાઈ શાહ, રામદેવપીરના ખાંચામાં રહેતા ૭૦ વર્ષીય ગણપતરાય મગનલાલ ઝાલા, શિયાણીની પ્રજાપતિ ફળીમાં રહેતા૫૫વર્ષીય અમૃતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ, ચુડાના વનાળામાં કુંભાર શેરીમાં રહેતા ૪૮વર્ષના કાળુભાઈ કાનજીભાઈ પરનાળીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ ઓફિસર ડો.જૈમિન ઠાકર, ડો.બી.એમ.વાજા, સુપરવાઈઝર મનોજ ભટ્ટ સહિત આરોગ્ય ટીમે ચુડા અને લીંબડી તાલુકામાં કોવીડ-૧૯ના કેસો ધરાવતા ૧૩ ઘરના ૩૬ લોકોને કન્ટેન્ટમેન્ટ અને વિસ્તારને બફર ઝોન જાહેર કર્યો હતો.

પાટડી તાલુકામાં બુધવારે કોરોનાના ૩ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં પીપળીના૨૨ વર્ષીય રોશનખાન રેમતખાન મલેકને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.જયારે સુરતથી ૧૦ તારીખે જૈનાબાદ આવેલા ૩૭ વર્ષીય ઇકબાલભાઇ અકબરભાઇ કુરેશીઅને નગવાડાના ૭૨ વર્ષીય હરીભાઇ બેચરભાઇ પંચાલનેકોઇ પણ જાતના લક્ષણો વિના કોરોના પોઝીટીવ આવતા હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યાછે. હરીભાઇનીકોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પણ તેમનો દિકરો માંડલ વિઠ્ઠલાપુરની હોન્ડા કંપનીમાં નોકરી અર્થે રોજ અપ-ડાઉન કરતો હોવાનું ખુલ્યુ છે.

જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને સુરેન્દ્રનગર રહેતાં સંજયભાઈ 

મહેરિયા પાંચેક દિવસ પહેલાં રજા મૂકી લખતર તાલુકાનાં ભડવાણા ગામે પોતાનાં માતા-પિતા પાસે રહેવા આવ્યા હતા. તેમને કોરોના પોઝીટીવ આવતા ૪ ઘરોને કન્ટેન્ટમેન્ટ અને ગામનાં ૩૦૦ થી વધુ ઘરોના ૧૭૦૦થી વધારે લોકોના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. જયારે નાના અંકેવાળીયાના સગર્ભા અશ્વિનાબેન વિશાલભાઈ દલસાણીયાને પોઝિટિવ આવ્યો છે.

કમલપાર્કમાં ૫૮ વર્ષીય મહિલા, કડીયા સોસાયટીમાં ૪૯ વર્ષીય મહિલા, વાઘેશ્વરી સોસાયટીમાં ૫૮ વર્ષીય પુરૂષ, ધોળીપોળમાં ૬૫ વર્ષીય વૃધ્ધ, લક્ષ્મીપરામાં ૫૪ વર્ષીય પુરૂષ, વડનગરમાં ૩૫ વર્ષીય પુરૂષ, મારૂતિ પાર્કમાં ૬૫ વર્ષીય પુરૂષ, મોરબીના વાંકમાં ૩૬ વર્ષીય યુવાન, લક્ષ્મીચેમ્બરમાં ૩૦ વર્ષીય મહિલા, રતનપરમાં ૫૦ વર્ષીય મહિલા, વઢવાણ રોડ પર ૫૨ વર્ષીય પુરૂષ, વૃંદાવન સોસાયટીમાં ૬૦ વર્ષીય પુરૂષ, પટેલ સોસાયટીમાં ૬૫ વર્ષીય મહિલા, મહાવીર સોસાયટીમાં પુરૂષ, લક્ષ્મીપરામાં ૭૦ વર્ષીય વૃધ્ધા, લીંબડીના ઉતારામાં વૃધ્ધ, કોઝવે રોડ પર ૭૦ વર્ષીય વૃધ્ધા, વઢવાણના વાઘેશ્વરી ચોકમાં પુરૂષને ચેપ લાગ્યો હતો.

ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન સામે રહેતા ૨૨ વર્ષીય મીતલબેન શૈલેષભાઈ સોલંકી, શાળા નં. ૭ પાછળ રહેતા ૩૬ વર્ષીય નીતિન અરવિંદભાઈ લોદરિયાઅને ખાટકીવાસમાં રહેતા ઐજાઝભાઈ અયુબભાઈ ભટ્ટીનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તાલુકામાં કુલ આંક૪૫ થયો છે. પાલિકાએ સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરી હતી. હળવદના ધનાળાના ૬૦ વર્ષીયબળવંતસિંહ જાડેજા અને ૯ વર્ષની જાનવી મહેશભાઈને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ગામમાં કુલપાંચ કોરોના પોઝિટિવ થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. બનાવને પગલે બ્લોક હેલ્થ અધિકારી ડો.ભાવિનભાઈ ભટ્ટી, મામલતદાર વી.કે. સોલંકી, ટીડીઓ અમિત રાવલ, સહિતનાઓ ધનાળા દોડી જઇ કોરોન્ટાઇન સહિત કાર્યવાહી હાથ ધરી હતી.

પાટડીના લાલાભાઇ મોરારભાઇ પાટડીયા કોરોના પોઝીટીવ આવતા સારવાર અર્થે લઇ જવાયા હતા. હાલ તેઓ કોરોનાને હરાવી હોસ્પિટલમાંથી ઘેર પરત ફરતા પૂષ્પવર્ષા દ્વારા તેમનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

(11:28 am IST)