Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભાવનગરમાં ૨૪ કલાકમાં વધુ ૬૧ નવા કેસઃ ૧નું મોત

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે શહેરમાં કોરોનાથી મોત થતાં સરકારી ગાઇડ લાઇન મુજબ મૃતક દર્દીનાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ભરતભાઇ મોણપરા અન્ય સેવાભાવી કાર્યકરો અંતિમ વિધીમાં સેવા આપી રહ્યા છે

ભાવનગર, તા.૧૬: ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૭૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૪ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૨, દ્યોદ્યાના ખરકડી ગામ ખાતે ૧, તળાજાના બેલા ગામ ખાતે ૨, તળાજાના ઉંચડી ગામ ખાતે ૧, તળાજાના નવા દેવલી ગામ ખાતે ૧, મહુવાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવાના હરીપરા ગામ ખાતે ૧, પાલીતાણાના મોટી રાજસ્થળી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધારના સાતપડા ગામ ખાતે ૧, ગારીયાધારના ફાચરીયા ગામ ખાતે ૧, ગારીયાધારના વેળાવદર ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, વલ્લભીપુરના તોતણીયા ગામ ખાતે ૧, ઉમરાળાના ઉગણવાવ ગામ ખાતે ૨, ઉમરાળાના દડવા ખાતે ૧, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળાના રેવા ગામ ખાતે ૧, સિહોરના રામધરી ગામ ખાતે ૨, સિહોરના નાના સુરકા ખાતે ૧, સિહોરના મોટા સુરકા ખાતે ૧ તથા સિહોરના વડીયા ગામ ખાતે ૧ વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૨ અને તાલુકાઓના ૧૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.આમ જિલ્લામા નોંધાયેલા ૭૭૧ કેસ પૈકી હાલ ૪૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:25 am IST)