Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોરબીમાં બાળાના શારીરક અડપલા કરનાર શખ્સને 7 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

કોરોનાની મહામારીને લઈને મોરબી કોર્ટે વીડિયો કોંફરન્સથી કેસનો ચુકાદો આપ્યો

 

મોરબીમાં વર્ષ 2014 માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે કેસમાં આરોપીને કસૂરવાર ઠેરવીને તેને સાત વર્ષની સજા તથા રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. અને જો રકમ ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદ કોર્ટ દ્વારા કોરોનાની મહામારીને લઈને વીડિયો કોંફરન્સથી ચુકાદો આપ્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ ગંભીર કેસની વિગત અનુસાર મોરબીના શહેરી વિસ્તારમાં રેહતી બાળા સાથે વર્ષ ૨૦૧૪ ના રોજ અશોક બાબુભાઇ પીપળીયા નામના શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની બાળાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે જે તે સમયે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. બનાવનો કેસ રાજકોટની કોર્ટમાં ચાલતો હતો ત્યારે પોકસો એક્ટનો કેસ રાજકોટથી મોરબી સ્પે. પોકસો કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. દરમિયાન આજે સ્પે.પોકસો એડિશનલ જજ એમ.કે.ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરવાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને કેસમાં દોષિત ઠેરવીને વર્ષની કેદની સજા ફટકારી હતી તેમજ રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. અને જો રકમ ના ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી

(12:56 am IST)