Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમરેલી જિલ્લા દૂધ ડેરીમાં રૂપાલા, સંઘાણી સહિત ૧૭ બિનહરીફ

અમર ડેરીમાં ફરી ચેરમેન તરીકે અશ્વિન સાવલિયા નક્કી

અમરેલી તા. ૧૬ : અમરેલી જિલ્લા દૂધ સંઘમાં ૧૭ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અમરેલી જિલ્લા દૂધ સંઘની (અમર ડેરી) ચૂંટણી માટે ૮ જુલાઈએ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ માટે ૩૦ જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે ચૂંટણી યોજવાની જરૂર પડશે નહીં. કુલ ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જે ૧૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમભાઈઙ્ગ રૂપાલા અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપભાઈઙ્ગ સંઘાણીનો પણ સમાવેશ થાય છે. દર વખતે જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં દર વખતે તમામ ઉમેદવારો બિનહરીફ જ ચૂંટાય છે અને આ પરંપરા પણ યથાવત રહી છે. ભાજપના નેતા દિલીપભાઈઙ્ગ સંઘાણીએ તેને માલધારીઓ અને પશુપાલકો માટે કરેલા કામોની જીત ગણાવી છે.ઙ્ગઅશ્વિન સાવલિયા હાલ ચેરમેન છે. નવી ટર્મમાં પણ ચેરમેન તરીકે તેઓ નિશ્ચિત મનાય છે.

બિનહરીફ જાહેર થયેલા નામો આ મુજબ છે. જેમાં દિલીપ સંઘાણી, પરષોતમભાઈ રૂપાલા, અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઇ સંઘાણી, ભાવનાબેન ગોંડલિયા, રાજેશભાઈ માંગરોળિયા, ચંદુભાઈ રામાણી, રેખાબેન હરેશભાઈ કાકડિયા, ઠાકરશીભાઈ શિયાણી, ભાનુબેન બુહા, અરૂણાબેન ઙ્ગમાલાણી, અરૂનભાઇ પટેલ, ભાવનાબેન સતાસિયા, રામજીભાઇ કાપડિયા, જયાબેન રામાણી, કંચનબેન ગઢીયા અને કમલેશભાઈ સંઘાણીનો સમાવેશ થાય છે.(

(11:56 am IST)