Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઇન્ડો-બાંગ્લા ટેનીસ, વોલીબોલ માટે ભાવનગરનાં ખેલાડીઓની પસંદગી

ઇન્ડો-બાંગ્લા ઇન્ટરનેશનલ ટેનીસ વોલીબોલ ચેમ્પીયનશીપ - ૨૦૧૯ કે જે ૨૫ થી ૨૭ જુલાઇ ઢાંકા, બાંગ્લાદેશ મુકામે રમાવાની છે. જેમાં ભાવનગરનાં જાડેજા ધર્મવિરસિંહ અનિરૂદ્ધસિંહ ભારતની ટીમનાં તેમજ એશિયા કપ અને વર્લ્ડ કપના કોચ અને ભારતના સલાહકાર કમીટીમાં પસંદગી પામેલ છે. તેઓ બી.એમ. કોમર્સ હાઇસ્કુલ ખાતે ખેલાડીઓને તાલીમ આપી રહ્યા છે.

 ભાવનગરનાં જાડેજા વિરભદ્રસિંહ મહોબતસિંહ ચુડાસમા નંદીનીકુંવરબા, મયુરધ્વજસિંહ અને દિહોરા ઉર્જા હિતેશભાઇ ભારતની ટીમમાં રમતવીર (પ્લેયર) તરીકે પસંદગી પામેલ છે. તેઓ આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

(11:32 pm IST)