Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગુજરાત અનુ.જાતિ મોરચા ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીનું સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૬: દેશના વડાપ્રધાન તરીકે સતત બીજીવાર કાર્યભાર સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું છે. આજે નરેન્દ્રભાઇએ પોતાના કુશળ નેતૃત્વ દ્વારા વૈશ્વિક નેતા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે છ કરોડ ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે.

ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા ભાજપ દ્વારા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મોરચાના કોષાધ્યક્ષ અને કચ્છ ભાજપના આગેવાન જે.પી.મહેશ્વરીએ કચ્છી શાલ સાથે નરેન્દ્રભાઈનું સન્માન કરીને તેમનો કચ્છ પ્રત્યેના લગાવ યાદ કર્યો હતો. તેમની સાથે રાજયસભાના સભ્ય અને ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મહંત શંભુનાથજી બાપૂ, મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જયંતભાઈ ચંડપા, વિજયભાઈ ચક્રવર્તી, ચંદ્રકાંત પરમાર સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)