Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પાક વિમા મુદે ખંભાળીયામાં આંખે પાટા બાંધીને માનવ સાંકળ રચીને વિરોધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે જીલ્લાના ખેડૂતોએ પાક વિમા મુદે નવતર વિરોધ પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો હતો. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ જીલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ સમયે ખેડૂતોએ આંખોમાં પટ્ટી બાંધી હતી. અને એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ રચીને કલેકટર કચેરી ખાતે પહોંચીને પાક વિમા પ્રશ્ને ન્યાય આપવા માંગણી કરી હતી.

(3:45 pm IST)