Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સાયલાના ચોરવીરામાં ઘરકામ પ્રશ્ને ભાઇ સાથે ઝઘડો થતાં મનિષાએ એસિડ પીધું

રાજકોટ તા. ૧૬: સાયલાના ચોરવીરા ગામે રહેતી મનિષા જીવણભાઇ પાંચાલ (ઉ.૧૮) એસિડ પી જતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મનિષા બે બહેન અને એક ભાઇમાં વચેટ છે. તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે. મનિષાના કહેવા મુજબ ભાઇ કિશન સાથે ઘરકામ બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં પોતે એસિડ પી ગઇ હતી.

(3:24 pm IST)